Nirmal Metro Gujarati News
international

અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક ‘ફેલ’ થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા

ઈરાની તેલ વહન કરતા ૧૪ જહાજો પર અમેરિકાનો પ્રતિબંધ

ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠા પાસે સૈન્ય હાજરી પણ વધારી દીધી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે ચાલેલી પરોક્ષ વાતચીત હજુ માંડ પૂરી થઈ હતી, ત્યાં જ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કડક તેલ પ્રતિબંધોની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેલની કમાણીનો ઉપયોગ દુનિયામાં અસ્થિરતા ફેલાવવા અને પોતાના દેશમાં લોકોનું દમન કરવા માટે કરે છે, તેથી તેના તેલ નિકાસને રોકવુ જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘મેક્સિમમ પ્રેશર’(મહત્તમ દબાણ) નીતિ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી તેહરાન હાલ ફસાયેલું જોવા મળી રહ્યું છે.આ નવા પ્રતિબંધોમાં અમેરિકાએ ઈરાની તેલ વહન કરતા ૧૪ જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં તૂર્કીયે, ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્‌સ ના ધ્વજ ધરાવતા જહાજોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૧૫ કંપનીઓ અને ૨ વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ જહાજો કે સંસ્થાઓ સાથેનો કોઈપણ વ્યવહાર અમેરિકન કાયદા મુજબ ગેરકાયદેસર ગણાશે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ઈરાનના ગેરકાયદે તેલ અને પેટ્રોકેમિકલ નિકાસને રોકવા માટે મક્કમ છે.આ ઘટનાક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનની વાતચીતને હકારાત્મક ગણાવી હતી, પરંતુ અમેરિકાએ વાતચીતની સાથે દબાણ ચાલુ રાખવાની પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠા પાસે સૈન્ય હાજરી પણ વધારી દીધી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા એક તરફ રાજદ્વારી માર્ગ ખુલ્લો રાખીને બીજી તરફ આર્થિક અને સૈન્ય રીતે ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે છે.

Related posts

મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો ૨૫% ટેરિફ હટાવ્યો

Master Admin

સોશિયલ મીડિયાને તમારી શક્તિ બનાવો, તમારી નબળાઈ નહીં – રવિ ચાણક્ય

Master Admin

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

Leave a Comment

Translate »