Nirmal Metro Gujarati News
Gujarat

ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા

  • જંગલમાં તાપણું કરીને મુખ્યમંત્રીએ અનોખો અનુભવ પણ માણ્યો
  • વહેલી સવારે સિંહ દર્શન કર્યા હતા, બાદમાં વનકર્મીઓ માટેના વાહનોને લીલી ઝંડી આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જુનાગઢ,તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૬: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે તેઓએ આજે સૌપ્રથમ સાસણગીર અને ત્યાર બાદ દ્વારકા જિલ્લામાં ભગવાન દ્વારકાધીશના મંદિરની મુલાકાત લીધી હતી. ગઈકાલે બુધવારે સાસણગીર ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે સવારે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે આજે ગુરુવારે વહેલી સવારે સિંહ દર્શન કર્યા હતા, બાદમાં વનકર્મીઓ માટેના વાહનોને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

ગઈકાલે બુધવારે સાસણ ખાતે રાત્રી રોકાણ બાદ આજે વહેલી સવારે સાત વાગ્યે મુખ્યમંત્રી ગીર જંગલ સફારી માટે રવાના થયા હતા. જ્યાં ગીરના કુદરતી સૌંદર્ય વચ્ચે તેઓએ નિર્ભય રીતે વિહરતા કુલ સાત જેટલા સિંહોના દર્શન કર્યા હતા. વન્યજીવોને નજીકથી નિહાળી મુખ્યમંત્રી ખાસ આનંદિત થયા હતા. કડકડતી ઠંડી વચ્ચે ગીરના જંગલમાં તાપણું કરીને મુખ્યમંત્રીએ અનોખો અનુભવ પણ માણ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સફારી દરમિયાન કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ સિંહોને નિહાળ્યા હતા. ખુલ્લા જંગલમાં સ્વચ્છંદ રીતે ફરતા સિંહો અને અન્ય વન્યજીવો જોઈને મુખ્યમંત્રીએ ગીરના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. ગીરની આ મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.સાસણગીરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનકર્મીઓ માટે ખાસ સુવિધાથી સજ્જ ૧૮૩ વાહનોને ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં ૧૭૪ ફિલ્ડ બાઈક, ૬ બોલેરો કેમ્પર અને ૩ મોડિફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ આપવામાં આવ્યા છે.

વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન જેવી કામગીરીમાં ફરજ બજાવતા વનકર્મીઓને આ વાહનો ઉપયોગી બનશે. આ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત મુખ્યમંત્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

ગીર જંગલની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વનકર્મીઓ માટે ખાસ સુવિધાથી સુસજ્જ ૧૮૩ વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા. વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન જેવી કામગીરીમાં ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને આ વાહનો ઉપયોગી બનશે. વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ૧૭૪ ફિલ્ડ બાઈક, ૬ બોલેરો કેમ્પર અને ૩ મોડિફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે પહોંચી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. જ્યાં તેઓએ રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કરી હતી. તેમણે ભક્તિભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાદુકાપૂજન પણ કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌને જય દ્વારકાધીશ પાઠવ્યા હતા.

આ સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મ્યુનિ. કોર્પો.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસ

Master Admin

ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યા

Master Admin

બોપલ ખાતે “આઝાદી દિલ સે” દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

Master Admin

Leave a Comment

Translate »