Nirmal Metro Gujarati News
business

મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું

 

મુંબઈ,, 2025: ડિઝનીની લિલો એન્ડ સ્ટિચના ખૂબ જ અપેક્ષિત મજબૂત રિલીઝ પહેલા, મેક્સ ફેશને બાળકો, ટીનેજર્સ અને યુવાનો માટે તેમના લેટેસ્ટ કલેકશન લોન્ચ કર્યું છે. આ રોમાંચક નવી લાઇન આઇલેન્ડ સ્પિરિટ અને ટ્રોપિકલ ચાર્મને દર્શાવે છે, જે પ્રશંસકો માટે તાજી અને પ્લેફુલ સ્ટાઇલ રજૂ કરે છે.

 

પોતાના ટ્રેન્ડી અને એક્સેસેબલ વસ્ત્રો માટે જાણીતી અગ્રણી ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન દ્વારા વાઇબ્રન્ટ કલેક્શન 24 મેના રોજ મુંબઈના મેગુમીમાં એક જીવંત પ્રદર્શનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અગ્રણી પેરેન્ટિંગ ઇન્ફ્લુઅન્સર્સ અને તેમના બાળકોની સાથે એક મનોરંજક ફેશન વોકનો સમાવેશ થતો હતો જેણે વાર્તાના આઈલેન્ડ સ્પિરિટને જીવંત કર્યો હતો. અભિનેત્રી બિપાશા બાસુએ શોમાં શોસ્ટોપર તરીકે શો ની શોભા વધારી હતી, જેમણે કલેક્શનની સ્ટાઇલિશ અપીલ પર ભાર મૂકયો. જેમાં મુવી-પ્રેરિત એલિમેન્ટસ, વાઇબ્રન્ટ પ્રિન્ટ્સ અને ઓરેન્જ, બ્રેઝી બ્લુ, રિફ્રેશિંગ ગ્રીન્સ અને ડ્રિમી પેસ્ટલ્સ કલરનો એક વિશાળ સમર ખજાનો છે.

“અમે અમારું પહેલું ડિઝની-થીમ આધારિત કલેક્શન લગભગ એક દાયકા પહેલાં લોન્ચ કર્યું હતું અને અમે હંમેશા ડિઝનીની કાલાતીત વાર્તાઓથી પ્રેરિત રહ્યા છીએ,” તેમ મેક્સ ફેશનના ડેપ્યુટી સીઈઓ સુમિત ચંદનાએ કહ્યું. “ ક્લાસિક્સમાંથી પ્રેરણા લેવાથી અમારા યુવા ગ્રાહકોને હંમેશા કલેક્શનથી મોટા પાયે જોડવામાં મદદ મળે છે. અમારું લેટેસ્ટ ‘લિલો એન્ડ સ્ટીચ’-થીમ આધારિત કલેક્શન ડિઝની સાથેના અમારા મજબૂત સર્જનાત્મક સહયોગનો પુરાવો છે.”

 

 

 

 

 

ડિઝની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રિયા નિજરા કહે છે, “ પાત્ર-આધારિત લાઇસન્સિંગે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેક્સ ફેશનના શ્રેષ્ઠ કલેકશનને પ્રેરણા આપી છે, જેણે ફેશનમાં લોકપ્રિય પાત્રોને સામેલ કરીને ગ્રાહકો સુધી સર્જનાત્મકતા અને પ્રતિભા પહોંચાડી છે. આ અમને એક સાથે મળીને કામ કરવાની અને ગ્રાહકોને રચનાત્મક અને સાહસિક રીતે જોડવાની રોમાંચક તક પણ આપે છે.

 

આ કલેક્શન હવે ભારતભરમાં 520થી વધુ મેક્સ સ્ટોર્સ પર અને maxfashion.com પર ઓનલાઈન ઉપલબ્ધ છે, જે દરેક કપડામાં ડિઝની જાદુની પ્રિન્ટ ઉમેરવા માટે તૈયાર છે.

 

આ લોન્ચ મેક્સ ફેશનના ડિઝની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ઇન્ડિયા સાથે નવમો સહયોગને દર્શાવે છે, જે ડિઝનીના ધ જંગલ બુક, ડિઝની પ્રિન્સેસ, સ્ટાર વોર્સ, માર્વેલના ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી અને બીજા ઘણા બધા જે પાછલા લોકપ્રિય કલેકશની સફળતા પર આધારિત છે. દરેક રિલીઝની સાથે મેક્સ ફેશને કેરેકટર-થીમ આધારિત કલેકશનમાં એક મુખ્ય ખેલાડી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, સતત માંગવાળા મર્ચન્ડાઇઝને રજૂ કર્યા છે.

Related posts

Yamaha Inaugurates 500th Blue Square Showroom, Scales Up Premium Customer Experience Across India

Reporter1

Samsung Opens Registration for its New Vision AI Televisions in India

Reporter1

માનવ-કેન્દ્રિત, હાઇબ્રિડ AI નવી તકો ખોલે છે: સેમસંગના વોન-જૂન ચોઇ

Reporter1
Translate »