Nirmal Metro Gujarati News
article

શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં મહુવામાં જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ

 

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં યોજાયેલ જ્ઞાનસત્રમાં સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે. લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ તેમનાં ઉદ્બોધનમાં મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં ગાંધીજી આગ્રહી હતાં તેમ જણાવ્યું.

‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે’ શીર્ષક સાથે શ્રી કૈલાસ ગુરૂકુળ મહુવામાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં પ્રારંભ થયેલાં જ્ઞાનસત્રમાં કવિ સાહિત્યકાર વિદ્વાનો દ્વારા સુંદર ચિંતન સાથે સાહિત્ય પ્રસ્તુતિ લાભ મળી રહ્યો છે.

‘આનંદક્રીડાની વૈચારિક પીઠિકા’ વિષય સાથે લોકભારતી સણોસરાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ ‘ગાંધી અને ગુજરાતી સાહિત્ય’ વક્તવ્યમાં મહાત્મા ગાંધીજીનાં સાહિત્ય સહિત તમામ ક્ષેત્રમાં રહેલાં પ્રદાનનો ઉલ્લેખ કરી તેઓ મૌલિક અને અનુભવજન્ય સાહિત્ય લેખનનાં આગ્રહી હતાં તેમ જણાવ્યું. તેઓએ પણ સરળ સુગમ સાહિત્ય માટે આગ્રહ વ્યક્ત કર્યો.

શ્રી મોહનભાઈ પરમારે સાંપ્રત સામાજિક સ્થિતિ સાથે ‘આંબેડકર અને ગુજરાતી સાહિત્ય’ વિષય પર ચિંતન રજૂ કર્યું. અંહી ‘કાલમાર્કસ અને ગુજરાતી સાહિત્ય’ સંદર્ભે શ્રી સુલતાન અહેમદ પઠાણે હિન્દીમાં વાત કરી.

જ્ઞાનસત્રનાં આ બીજા દિવસે આનંદક્રીડા ‘અંગતથી અખિલાઈ સુધીની’ વિષયમાં શ્રી સેજલ શાહનાં સંચાલન સાથેની બેઠકમાં શ્રી અજય સરવૈયા દ્વારા ‘સાહિત્ય માનવ મનથી સંસ્કૃતિ સુધી’ પર પ્રસ્તુતિ થઈ. શ્રી ગૌરાંગ જાની દ્વારા સાહિત્ય અને માનવ સમાજ’ સંદર્ભે વાત કરતાં રૂપજીવિનીઓ એ સમસ્યા કે પરિસ્થિતિ સંદર્ભે કરુણા સભર વિગતો આપી તેનાં પર સંવેદનશીલ સર્જન માટે અનુરોધ કર્યો.

આ બેઠકમાં શ્રી મોરારિબાપુ દ્વારા પણ સમાજમાં રહેલ સાંપ્રત રૂપજીવીનીઓ તેમજ જરૂરિયાતમંદોને અપાતાં સધિયારાનો શ્રી નીતિન વડગામાએ પૂરક ઉલ્લેખ કર્યો.

બપોરની બેઠકમાં ‘આનંદક્રીડાનો આદિલોક’ વિષય પર રજૂ થયેલ પ્રસ્તુતિઓમાં ‘આદિવાસી સાહિત્ય’ અંગે શ્રી ભગવાનદાસ પટેલે સુંદર ચિત્ર સ્થિતિનું નિરૂપણ રજૂ કર્યું. આ વેળાએ સંચાલનમાં શ્રી જનક રાવલ રહ્યાં.

‘આનંદક્રીડાનાં વૈશ્વિક ઉદ્દગાર’ વિષય પર બેઠકમાં શ્રી કિરીટ દુધાતનાં સંચાલનમાં ‘સોફોક્લિસ ઈડીપસ રેક્સ’ વિશે શ્રી સંજય મુખર્જી, ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ વિશે શ્રી સમીર ભટ્ટ તથા ‘ધ વેસ્ટ લેન્ડ’ વિશે શ્રી ભરત મહેતાની રજૂઆત રહી.

‘આનંદક્રીડા ભાષાની’ બેઠકમાં ભાષાશાસ્ત્રી અને ભાષાવિજ્ઞાન સંદર્ભે શ્રી અરવિંદ ભંડારી દ્વારા તથા વ્યુત્પત્તિવિચાર સંદર્ભે શ્રી હેમંત દવે દ્વારા પ્રસ્તુતિ માણવા મળી. આ બેઠક સંચાલનમાં શ્રી હાર્દી ભટ્ટ રહેલ.

સાંજે કવિ સંમેલન વ્યાખ્યા સર્જાતી કવિતા અંતર્ગત શ્રી દર્શક આચાર્યની પ્રસ્તુતિ રહી. સંચાલનમાં શ્રી હેમાંગ રાવલ રહેલ.

Related posts

અભિનેત્રી પ્રિયા બાપટ રાત જવાન હૈમાં સુમન તરીકે તેની રોચક ભૂમિકા ઘડવા માટે દિગ્દર્શિક અને લેખકને શ્રેય આપે છે

Reporter1

રક્ષક બહાર હોય છે,સંરક્ષક ભીતર હોય છે

Reporter1

Deloitte India celebrates Paralympic pride defining India’s tomorrow

Reporter1
Translate »