Nirmal Metro Gujarati News
business

સેમસંગ દ્વારા M9: AI-પાવર્ડ 4K QD-OLED સ્માર્ટ મોનિટર રજૂ, જે કામ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં પરિવર્તન લાવે છે

 

ફ્લેગશિપ M9 મોડેલ AI પાવર્ડ ઉપયોગમાં આસાની વિસ્તારતાં નવા વિઝ્યુઅલ સ્ટાન્ડર્ડ અને અપડેટેડ M8 and M7 સ્થાપિત કરે છે.
સ્માર્ટ મોનિટર સિરીઝે લોકો જે રીતે કામ કરે, જુઓ અને ગેમ રમે તેને આધારે ઉત્ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે.
ગ્રાહકો 7 જુલાઈ અને 20 જુલાઈ, 2025 વચ્ચે રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે લોન્ચના લાભો મેળવી શકે છે.

ગુરુગ્રામ, ભારત, 7 જુલાઈ, 2025 –ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનો સંપૂર્ણ નવો સ્માર્ટ મોનિટર પરિવાર જાહેર કરાયો છે, જેમાં M8 (M80SF) અને M7 (M70F)ની બહેતર એડિશન્સ સાથે લક્ઝુરિયસ M9 (M90SF)નો સમાવેશ થાય છે. લાઈન-અપમાં આધુનિક AI ફીચર્સ સાથે નવી ઓફર કામ અને મનોરંજન માટે વધુ પર્સનલાઈઝ્ડ અને કનેક્ટેડ સ્ક્રીન પ્રદાન કરે છે.

“સેમસંગની 4K QD-OLED ઉત્કૃષ્ટતાને જ્ઞાનાકાર વિઝન AI સાથે જોડતાં M9 ડિસ્પ્લેને મોનિટર કરતાં કશુંક વધુમાં નવી ઊંચાઈએ લઈ જાય છે. અસલ સમયના પિક્ચર અને સાઉન્ડ મહત્તમીકરણ, સ્લીક ઓન-ઈન-વન ડિઝાઈન અને તમારા ફેવરીટ સ્ટ્રીમિંગ અને વર્ક ટૂલ્સને આસાન પહોંચ સાથે M9 ધારદાર, વધુ સ્માર્ટ અને ખરા અર્થમાં રોમાંચક અનુભવ પ્રદાન કરે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું.

ફ્લેગશિપ M9: ડિસ્પ્લે ઈનોવેશનમાં લીપ
M9 દ્વારા પહેલી વાર સ્માર્ટ મોનિટર લાઈન-અપમાં QD-OLED ટેકનોલોજી રજૂ કરવામાં આવે છે. ટીવી- ગ્રેડની સ્માર્ટ ફંકશનાલિટી સાથે ફ્લેગશિપ સ્તરના વિઝ્યુઅલ્સને વિલીન કરતાં 32 ઈંચના M9 અદભુત કોન્ટ્રાસ્ટ, વાઈબ્રન્ટ કલર્સ અને રોમાંચક વિઝ્યુઅલ્સ પ્રદાન કરવા માટે ઘડાયા છે. સ્લીક, સંપૂર્ણ ધાતુની ચેસિસ સાથે તે સુંદર ડિઝાઈન સ્ટુડિયો અથવા પ્રતિષ્ઠિત કોર્નર ઓફિસ માટે અનુકૂળ ફંકશનલ એલીગન્સ સાથે મ્યુઝિયમ- ગુણવત્તાના એસ્થેટિક્સને સંમિશ્રિત કરે છે.

સેમસંગના સ્માર્ટ મોનિટર M9માં સમાંતરે સ્ક્રીન ઈન્ટીગ્રિટી જાળવી રાખવા માટે OLED સેફગાર્ડ+ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રોપ્રાઈટરી કૂલિંગ સિસ્ટમ બર્ન-ઈનનું જોખમ ઓછું કરે છે. તેનું ગ્લેર- ફ્રી ડિસ્પ્લે પ્રતિબિંબ ઓછું કરીને બ્રાઈટ વાતાવરણમાં પણ એકધારી વિઝિબિલિટી અને કમ્ફર્ટની ખાતરી રાખે છે.

M9 AI-પ્રેરિત ટેકનોલોજીઓનો લાભ લે છે, જેમાં AI પિક્ચર ઓપ્ટિમાઈઝર, 4K AI અપસ્કેલિંગ Pro અને એક્ટિવ વોઈસ એમ્પ્લિફાયર (AVA) Pro અસલ સમયમાં પિક્ચર અને સાઉન્ડ ગુણવત્તા વધારે છે. તે મહત્તમ કામગીરી માટે આપોઆપ કન્ટેન્ટ અને આસપાસને અનુકૂળ બની જાય છે.

સ્માર્ટ એન્ટરટેઈનમેન્ટ હબ તરીકે M9 લોકપ્રિય સ્ટ્રીમિંગ એપ્સ, સેમસંગ ટીવી પ્લસ અને સેમસંગ ગેમિંગ હબ પણ ઓફર કરે છે, જે કોન્સોલ કે પીસી વિના ક્લાઉડ- આધારિત ગેમિંગ અભિમુખ બનાવે છે. 165Hz રિફ્રેશ રેટ, 0.03ms પ્રતિસાદ સમય અને NVIDIA G-SYNC અભિમુખતા સાથે હાઈ- પરફોર્મન્સ વિઝ્યુઅલ્સ ગેમિંગ અને અન્ય ડિમાન્ડિંગ કામો માટે આદર્શ છે.

તેના 4K QD-OLED ડિસ્પ્લે સાથે જોડી જમાવતાં મોનિટર કન્ટેન્ટ ક્રિયેટર્સના હેતુઓ સાથે સુમેળ સાધતા વિઝ્યુઅલ પ્રદાન કરીને કોઈ પણ એપ્લિકેશન માટે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ આપે છે.

M8 અને M7: વર્ક અને પ્લે માટે વધુ સ્માર્ટ રોજબરોજના ડિસ્પ્લે
સ્માર્ટ મોનિટર M8 અને M7 તીક્ષ્ણ બારીકાઈ અને સમૃદ્ધ કોન્ટ્રાસ્ટ માટે આધુનિક VA પેનલ ટેકનોલોજી માટે 32-ઈંચ 4K UHD સ્ક્રીન સાથે સેમસંગની સ્માર્ટ મોનિટર લાઈનઅપને વિસ્તારે છે. બંને મોડેલમાં AI-પાવર્ડ ટૂલ્સ છે, જેમ કે, ક્લિક ટુ સર્ચ અને જ્ઞાનાકાર કન્ટેન્ટ ડિસ્કવરી તેમ જ પર્સનલાઈઝ્ડ ભલપાણો માટે ટાઈઝેન OS હોમનો સમાવેશ થાય છે.

સર્વ ત્રણ મોડેલ આસાનીથી સ્માર્ટથિંગ્સ સાથે ઈન્ટીગ્રેટ થાય છે, સેમસંગનાં ડિવાઈસીસ વચ્ચે મલ્ટી કંટ્રોલને ટેકો આપે છે અને મલ્ટીટાસ્કિંગ માટે મલ્ટી વ્યુ પ્રદાન કરે છે. માઈક્રોસોફ્ટ 365 એક્સેસ સાથે ઉપભોક્તાઓ પીસી વિના મોનિટરમાંથી સીધા જ ડોક્યુમેન્ટ્સ ક્રિયેટ અને એડિટ કરી શકે છે, જે તેમને આધુનિક કામ અને મનોરંજન સેટઅપ માટે બહુમુખી સમાધાન બનાવે છે.

કિંમતો અને ઓફર્સ

મોડેલ
કિંમત (રૂ.માં)
કુપન/ એડ ઓન ર્‌ (રૂ.માં)

M90SF 32”
125999
3000

M80SF 31”
49299
3000

M70F 32″ (બ્લેક)
30699
1500

M70F 32″ (વ્હાઈટ)
31199
1500

M70F 43”
34299
1500

7 જુલાઈથી આરંભ કરતાં 20 જુલાઈ, 2025 સુધી લોન્ચના ભાગરૂપે ગ્રાહકો સર્વ ચેનલોમાં રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ટ ડિસ્કાઉન્ટ સાથે લાભ મેળવી શકે છે.

Samsung Newsroom India:https://news.samsung.com/in/samsung-unveils-m9-ai-powered-4k-qd-oled-smart-monitor-that-transforms-work-streaming-and-gaming

 

Related posts

Tata Motors Drives India’s Green Future with Country’s First Hydrogen Truck Trials 16 trucks to drive across key freight corridors, paving the way for a net-zero emissions future

Reporter1

Samsung’s flagship store at BKC sets a record with over 700 early deliveries of the new Galaxy S25 Series smartphones

Reporter1

Ultracab (India) Ltd’s Rs.4981 lakh Rights Issue Opened for subscription on January 28, 2025

Reporter1
Translate »