Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના ૫ દિવસ કામની માગ

  • પરિવાર માટે સમય નથી મળતો
  • આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી શરૂ થઈ વલ્લભ સદન સુધી યોજાઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬: દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી ફાઈવ ડેઝ બેંકિંગ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આયોજિત આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ પ્રગટ કરવા માટે કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે નાણાકીય વ્યવહારો પર મોટી અસર જોવા મળી રહી છે.

આ આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં બેંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી શરૂ થઈ વલ્લભ સદન સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવા કર્મચારીઓ પ્લે-કાર્ડ્‌સ અને બેનરો સાથે જોડાયા હતા. સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે કર્મચારીઓએ મક્કમ રીતે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી.

આંદોલનમાં બેંક કર્મીઓએ માગ કરી છે કે, કર્મચારીઓનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૧૫થી સરકાર દ્વારા ’૫ દિવસના બેંકિંગ’ માટે સૈદ્ધાંતિક સંમતિ આપવામાં આવી હોવા છતાં તેનો અમલ કરાયો નથી.

કર્મચારીઓએ તર્ક આપ્યો હતો કે જો RBI અને LIC જેવી સંસ્થાઓમાં ૫ દિવસનું કાર્યકારી અઠવાડિયું અમલી હોય, તો કોમર્શિયલ બેંકોમાં આ ભેદભાવ કેમ? સતત વધતા કામના ભારણ વચ્ચે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સમય માટે ૫ દિવસની કાર્યપ્રણાલી અનિવાર્ય છે.

યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે આ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર લાખોનું વિદેશી ચલણ ઝડપાયું

Master Admin

વર્લ્ડ કેન્સર ડે પર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટએ કેન્સરગ્રસ્ત બાળકોમાં વહેંચી ખુશી

Master Admin

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી ૧૦૦ લિટર ડીઝલની ચોરી

Master Admin

Leave a Comment

Translate »