Nirmal Metro Gujarati News
business

અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન

 

 

અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન” ખાતે એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના દરમિયાન સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૭.૦૦ વાગ્યા સુધી યોજાશે

 

આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે. આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભાર પત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવશે

 

શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન” ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના દરમિયાન સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૭.૦૦ વાગ્યા સુધી યોજાશે.

 

આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ૬ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે સ્ટેટ ઓફ ભાવનગરના નેક નામદાર મહારાણી સાહેબ અ.સૌ.બા શ્રી સમયુક્તાકુમારીબા ગોહિલના હસ્તે કરવામાં આવશે. આ સમગ્ર એક્ઝિબિશન સ્ટેટ ઓફ રાજકોટના નેક નામદાર મહારાણી સાહેબ અ.સૌ.બા શ્રી કાદમ્બરીદેવી જાડેજાના અધ્યક્ષતામાં યોજાઇ રહ્યું છે.

 

આ એક્ઝિબિશનમાં રાજપૂતાણીઓ દ્વારા સંચાલીત સ્ટોલનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યાં છીએ. આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે. આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભાર પત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવશે.

 

આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખબા શ્રી દક્ષાબા સિસોદીયા, ઉપપ્રમુખ બા શ્રી પ્રકાશબા ગોહિલ, મંત્રી બા શ્રી અર્ચનાબા પુવાર, સલાહકાર બા શ્રી ભાવનાબા ઝાલા, કન્વીનર બા શ્રી ગીતાબા વાઘેલા, તેમજ ટ્રસ્ટી મંડળના શ્રી અશ્વિનસિંહજી સરવૈયા ઉપસ્થિત રહેશે.

Related posts

JLR DELIVERSON NET CASH POSITIVE TARGET AFTERSTRONGFY25 SALES

Reporter1

Warivo Motor makes high-speed debut with the all-new ‘CRX’

Reporter1

A Travel Guide for Women: Celebrating a Safe Holi in Dubai

Reporter1
Translate »