Nirmal Metro Gujarati News
article

આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી

 

મોમ્બાસાની વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્મનાં વધામણા પહેલા રામ જન્મની વધાઇઓ;ને ભારતનાં સ્વાતંત્ર્ય દિનની એડવાન્સમાં વધાઇઓ.

જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને ધારણ કરે છે.

વિષયી ચિત્ત યોગમાં પ્રવેશ કરી શકતું નથી.

બરાબર જીવીએ એ જ અનુષ્ઠાન છે.

 

એકાણું વરસે પણ ઉર્જા-ઉત્સાહ અને પ્રસન્ન રહી કથા પ્રેમી,મહેમાનો જ નહિ અહીંનાં ગરીબ અને જરુરતમંદ સ્થાનિક લોકોને પણ ભોજન અને ભજનની સેવા આપતા મનોરથી દાદા-દાદી પાસેથી પ્રેરણા લેવા જેવું,આજે એ જ મસ્તીથી છઠ્ઠા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે આખું જગત જેનો મિત્ર છે,મુક્તિ જેને મુઠ્ઠીમાં છે એવા રામની કથા છે.જગતમાં બે મહત્વની વસ્તુ હોવી: ચિત્ત નિર્વિષય હોય-મન વિષયી હોય તો ચાલશે અને બુદ્ધિ કોઈ વિષય પકડીને ચિંતન કરે તો આવકાર્ય છે. પણ વિષયી ચિત્ત યોગમાં પ્રવેશ કરી શકતું નથી. જીવન એક યોગ છે.

શ્રાવણમાં ક્યું અનુષ્ઠાન કરવું?જીવન જ અનુષ્ઠાન છે.બરાબર જીવીએ એ અનુષ્ઠાન છે.

જગતગુરુ આદ્ય શંકરાચાર્ય ત્રણને ગુરુ માને છે: ઈશ્વર(એટલે કે મહાદેવ),પોતાનો ગુરુ અને આત્મા. માત્ર મૂર્તિભેદ છે બાકી ત્રણેય એક જ છે.એ ત્રણેય આકાશવત વ્યાપ્ત છે એવું કહે છે.એક સ્થિતિ ઉપર પહોંચ્યા પછી ગુરુની જરૂર નથી એવું બોલ્યા છે, ઓશો પણ એવું બોલ્યા છે,પણ આપણા જેવા માટે ગુરુ જરૂરી છે.

જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને ધારણ કરે છે.

શિવજી સાત વસ્તુમાં પોતાનું જીવન ગુજારી નાખે છે જેમાં બુઢો બળદ,ખાટલાનો એક પાયો(ખટવાંગ) ફરશી(પરસુ-કૂહાડો), મૃગચર્મ,સાપ,ભસ્મ અને ખોપડીની માળા.

સાધુ આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી.

આજે બાપુએ દસ ગુરુ અપરાધ અને દસ શિષ્ય અપરાધની વાત કરતા કહ્યું કે ગુરુની સાથે શિષ્ય આટલી વસ્તુ કરે એ અપરાધ છે:ગુરુ સાથે અદ્વેત ભાવ રાખવો,ગુરુને માત્ર મનુષ્ય સમજવા,તેમણે આપેલો મંત્ર છોડી દેવો,ગુરુએ આપેલો ગ્રંથ છોડી દેવો,ગુરુને સાધ્યને બદલે સાધન બનાવી દેવા,તેની સાથે જૂઠું બોલવું,ગુરુને સલાહ અને શિખામણો આપવી,એની સાથે દ્વેષ કરવો,એના ઉપર રોષ કરવો અને પોતાને ગુરુ કરતાં પણ વધારે મોટો સમજવો આ ગુરુ અપરાધ છે.

સાથે ગુરુ પણ શિષ્ય ઉપર અપરાધ કરે છે,જેમ કે: શિષ્યના ધનને હરે છે,પણ એના દુઃખને હરતો નથી. શિષ્ય અને એના પરિવારનું શોષણ કરે,શિષ્યની ખોટી પ્રશંસા કરે,શિષ્ય સાથે બદલો લે,ભય અને પ્રલોભન બતાવીને શિષ્યનાં ગળામાં કંઠી નાખી દે, બ્રહ્મને બદલે ભ્રમ ઊભા કરે,ચમત્કાર અને પરચાની ખોટી વાતો કરે.

આજે મહાકાલનાં મંદિરમાં કાગભુશુંડી પોતાના ગુરુનો અપરાધ કરે છે અને શિવ ક્રોધિત થાય છે. ત્યારે ઉપરથી રુદ્રાષ્ટકનું અવતરણ થાય છે એની સુંદર કથા કહેતા બાપુએ કહ્યું કે ગજબ થાય છે, ગજબનું અષ્ટક છે અને મારી પોતાની માન્યતા પ્રમાણે રૂદ્રાષ્ટકનાં આઠ બંધમાં અષ્ટકનો પહેલો બંધ પરમગુરુ શિવ(ઈશાને) ગાયો છે.આઠ જણાએ આ રુદ્રાષ્ટક ગાયું છે.(જેમાં ત્રણ માતાઓ અને ચાર પુરુષોએ ગાયેલું છે).એ પછી પરામ્બા મા ભગવતી પાર્વતીએ દુર્ગા રાગમાં બીજો બંધ ગાયો.એ પછી ગંગા,મા સરસ્વતી,ગણેશજી,કાર્તિકેય,નંદેશ્વર કાચબો અને સૌથી છેલ્લો બંધ સદગુરુ કહે છે કે એ ખુદ ભુશુંડી ગાશે.અને ભૈરવીમાં રોતી આંખે ભુશુંડી રુદ્રાષ્ટકનો આઠમો બંધ ગાય છે.

આવતીકાલનાં સ્વાતંત્ર દિનની એડવાન્સમાં સૌને વધાઈ આપતા બાપુએ એ પણ કહ્યું કે વાલીના ત્રાસ અને ભયથી સુગ્રીવ રાત-દિવસ ભયભીત અને પીડિત હતો અને રાવણના ક્રોધથી વિભીષણ સળગતો હતો ત્યારે વાલીથી રક્ષા કરીને કિષ્કિંધાનો રાજા સુગ્રીવને બનાવ્યો અને વિભિષણને અખંડ રાજ આપ્યું.રામ આ રીતે રક્ષા કરે છે.

પછી ખૂબ જ સંક્ષિપ્ત ગાનની અંદર પાર્વતી દ્વારા પૂછાયેલા-રામ શું છે?એ પ્રશ્નોના જવાબમાં શિવજીએ રામ જન્મના રામ પ્રાગટ્યના પાંચ કારણોની કથા માંડી,એ પાંચ કારણોના કથાગાન બાદ દશરથનાં રાજ ભવનમાં મા કૌશલ્યાની કૂખે રામનું પ્રાગટ્ય અને ત્રણ કુંવરોના પ્રાગટ્યની કથાનું ગાન કરીને મોમ્બાસાની વ્યાસપીઠ ઉપરથી સમગ્ર ત્રિભુવનને કૃષ્ણ જન્મની પહેલા આજે રામ જન્મની ખુબ-ખુબ વધાઈઓ આપવામાં આવી.

બાપુએ બે દિવસ પહેલા કહેલું એથી મનોરથી પરિવાર દ્વારા અહીં કથા પ્રેમીઓ શ્રોતાઓ ઉપરાંત બે હજારથી વધારે લોકોને ભોજન પ્રસાદ આપવાનું સદકાર્ય પણ ચાલી રહ્યું છે.

 

શ્રાવણ મહિનામાં વિશેષ અનુષ્ઠાન

સવાર-સવારમાં રુદ્રાષ્ટકનો પાઠ કરવો જોઈએ. બપોરે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અને સાંજે,સૂર્યાસ્ત સમયે શિવતાંડવ-નૃત્યનો પાઠ કરવો જોઈએ.

કારણ કે એક ઉદભવ છે,એક પાલન અને એક વિલય છે.આ મારી શ્રાવણની પદ્ધતિ રહી છે. કોઈપણ અનુષ્ઠાન માટે આટલી વસ્તુ શુદ્ધ હોવી જોઈએ:આસન,વસ્ત્ર,ક્રિયા,સમય અને મનોભાવ. રુદ્રાષ્ટકનો પાઠ કરવાથી સાત્વિક સૃષ્ટિનું નિર્માણ થાય છે.

Related posts

શુક્રજંતુઓની સંખ્યાની આવશ્યકતા ………

Master Admin

Cycle Pure Agarbathi Unveils Exciting New Products For Diwali

Reporter1

કબીર વૈરાગનો વડ છે. અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે

Reporter1
Translate »