Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

આ વૈશ્વિક આયોજન હતું જેને કોંગ્રેસે ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું

કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પર તીખો હુમલો

સમારોહ સ્થળ પર વિદેશી મહેમાનોની સામે કોંગ્રેસ નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસવાળાને પૂછવા માગું છું કે દેશ જાણે છે કે તમે પહેલાથી જ નગ્ન છો તો કપડાં ઊતરવાની કેમ જરૂર પડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૮૨ કિલોમીટર લાંબા દિલ્હી મેરઠ રિઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ના બાકી ભાગોનું ઉદ્ધાટન કર્યું, મેરઠમાં PM મોદીએ એક જનસભાને પણ સંબોધન કરી, જ્યાં વડાપ્રધાને કહ્યું કે હવે યોજનાઓ લટકતી ભટકતી નથી, આ સાથે જ PM મોદીએ છૈં સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પર પણ તીખો હુમલો કરતાં કહ્યું કે, ’આ વૈશ્વિક આયોજન હતું જેને કોંગ્રેસે ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું’

વડાપ્રધાને છૈં સમિટમાં કોંગ્રેસના શર્ટલેસ વિરોધને આકરી ટીકા કરી, પ્રહાર કરતાં કહ્યું કે, એક તરફ દેશવાસી ભારતને વિકસિત બનાવવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ દેશમાં જ કેટલાક રાજનૈતિક દળો જે ભારતની સફળતાને પચાવી શકતા નથી, તમે હાલમાં જ જોયું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો દુનિયાભરમાં ૮૦ ટકાથી વધારે દેશોના પ્રતિનિધિ દિલ્હી આવ્યા હતા. દુનિયાના વિકાસશીલ દેશોમાં આવું સંમલેન આજ સુધી નથી થયું, પરંતુ કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમ ભારતના એક વૈશ્વિક આયોજનમાં તેમની નગ્ન અને ગંદા રાજકારણનો અખાડો બનાવી દીધું, સમારોહ સ્થળ પર વિદેશી મહેમાનોની સામે કોંગ્રેસ નેતાઓ કપડાં ઉતારીને પહોંચી ગયા. હું કોંગ્રેસવાળાને પૂછવા માગું છું કે દેશ જાણે છે કે તમે પહેલાથી જ નગ્ન છો તો કપડાં ઊતરવાની કેમ જરૂર પડી.

PM મોદીએ કોંગ્રેસની નીતિઓને પણ આડે હાથ લેતા જણાવ્યું કે, ’કોંગ્રેસ નેતાઓને ત્યાં જે કર્યું તે બતાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી કેટલી ગરીબ અને દિવાળિયું બની ગઈ છે. કોંગ્રેસ તો પોતાના દેશને જ બદનામ કરવામાં લાગી ગઈ છે. આ છૈં ગ્લોબલ સમિટ ભાજપનો કાર્યક્રમ ન હતો દેશનો કાર્યક્રમ હતો. દેશના સન્માનનો કાર્યક્રમ હતો. પરંતુ કોંગ્રેસે તમામ મર્યાદાઓ તોડી નાખી આજે સમગ્ર દેશમાં કોંગ્રેસની આ રીતિ નીતિ પર થૂ-થૂ થઈ રહ્યું છે.’

’કોંગ્રેસ નેતાઓ મોદીને નફરત(ધિક્કાર) કરે છે, આ લોકો મારી કબર ખોદવા માંગે છે, મારી માતાને ગંદી ગાળો આપી, તેમણે ફક્ત ભાજપ અને દ્ગડ્ઢછથી વિરોધ છે, તમારા રાજકારણમાં આ કરવું જરૂરી છે, અમે તેને પણ સહન કરી લઈશું. પણ કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે છૈં સમિટ ભાજપનો કાર્યક્રમ ન હતો, ન તો ત્યાં કોઈ ભાજપના નેતા હાજર હતા. તેમ છતાં તમામ મર્યાદા તોડવામાં આવી. આટલી મોટી પાર્ટીના નેતા લાજવાના બદલે ગાજે છે. દેશનું અપમાન થાય છે તેમ છતાં પ્રશંસા કરી રહ્યા છે.’

Related posts

ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

Master Admin

આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી

Master Admin

ડિયાજિયો ઇન્ડિયાએ ગ્રામોદય સામાજિક સંસ્થાન, સરકારી એજન્સીઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને ગોડાવણ સંરક્ષણ પ્રયત્નોને મજબૂત બનાવ્યા

Master Admin

Leave a Comment

Translate »