Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઓઇલ સંકટ વચ્ચે ૬ દેશો ઈરાન વિરુદ્ધ એકજૂટ થયાં

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે લેવાયો મોટો નિર્ણય

ઈરાન દ્વારા કતર અને સાઉદી અરેબિયાના ઉર્જા પ્લાન્ટ્‌સ પર કરવામાં આવેલા હુમલાથી આખું વિશ્વ હચમચી ગયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ માર્ચ ૨૦૨૬ — વિશ્વના ઉર્જા બજાર પર ઈરાને કરેલા હુમલા બાદ હવે પશ્ચિમી દેશો અને જાપાને આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવા અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પુનઃસ્થાપિત કરવા માટે ૬ દેશોએ સૈન્ય અને કૂટનીતિક મોરચો ખોલ્યો છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ‘તેલ યુદ્ધ’ વચ્ચે વિશ્વની અર્થવ્યવસ્થાને બચાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. બ્રિટન, ળાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ અને જાપાને સંયુક્ત રીતે ઈરાની હુમલાઓની આકરી નિંદા કરી છે. આ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સૈન્ય સહયોગ વધારવાની જાહેરાત કરી છે, જેથી વાણિજ્યિક જહાજો પર થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને રોકી શકાય.ઈરાન દ્વારા કતર અને સાઉદી અરેબિયાના ઉર્જા પ્લાન્ટ્‌સ પર કરવામાં આવેલા હુમલાથી આખું વિશ્વ હચમચી ગયું છે. કતર એનર્જીના અહેવાલ મુજબ, આ હુમલાઓને કારણે તેમની ૧૭% એલએનજી નિકાસ ક્ષમતા ખોરવાઈ છે, જેનાથી વાર્ષિક ઇં૨૦ બિલિયન (અંદાજે રૂ. ૧.૬ લાખ કરોડથી વધુ) ના મહેસૂલ નુકસાનની આશંકા છે. હોર્મુઝ સ્ટ્રેટ બહાર ભારત સહિત અનેક દેશોના સેંકડો તેલના જહાજો ફસાયેલા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને સામાન્ય જનતા પર પડી રહી છે.આ ૬ દેશોના સમૂહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર સૈન્ય સુરક્ષા જ નહીં, પરંતુ ઉર્જા બજારને સ્થિર કરવા માટે અન્ય તેલ ઉત્પાદક રાષ્ટ્રો સાથે મળીને ઉત્પાદન વધારવા પર પણ કામ કરશે. ઈરાનની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો ગણાવતા આ દેશોએ ચેતવણી આપી છે કે જો નાગરિક ઈન્ળાસ્ટ્રક્ચર પરના હુમલાઓ તરત જ બંધ કરવામાં નહીં આવે, તો તેના પરિણામો વિશ્વના સૌથી નબળા વર્ગના લોકોએ પણ ભોગવવા પડશે.

 

Related posts

અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શાહબાઝ-મુનીરના ગુણગાન ગાયા

Master Admin

ચીનની સરખામણીએ ભારતમાં ચાંદી ૧૭% સસ્તી

Master Admin

ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

Master Admin

Leave a Comment

Translate »