યામાહા RayZR 125 Fi Hybrid રેન્જમાં ઉદ્યોગમાં અગ્રણી 10 વર્ષની ‘ટોટલ વોરંટી’નો વધારાના ખર્ચ વિના સમાવેશ
યામાહા મોટર કું. લિમીટેડ (YMC)એ 70માં સ્થાપના દિવસની ઉજવણી કરે છે – જે નવીનતા, પર્ફોમન્સ અને સવારીનો રોમાચ વિશ્વભરના ગ્રાહકોને ડિલીવર કરવાની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. 1995થી યામાહા પોતાના પડકારજનક ઉત્સાહને વળગી રહેતા કરોડો લોકોને પ્રેરણા આપતા એન્જિનીયરીંગ શ્રેષ્ઠતા મોબિલીટીના જુસ્સાને એક સાથે લાવે છે.
આ ખાસ પ્રસંગની ઉજવવા માટે ઇન્ડિયા યામાહા મોટર પોતાના લોકપ્રિય RayZR 125 Fi Hybrid અને RayZR 125 Fi Hybrid Street Rally પર રૂ. 7,000નો કિંમત ફાયદો (એક્સ-શોરૂમ કિંમત પર) આપી રહી છે. આ મર્યાદિત સમયની સહયોગાત્મક ઓફર એ અમારો ગ્રાહકોનો દાયકાઓથી તેમના સતત સમર્થન બદલ આભાર માનવાનો માર્ગ છે. આ ફાયદા સાથે ગ્રાહકો હવે તેમની આખરી ઓન-રોડ કિંમત પર રૂ. 10,000 સુધીની બચત કરી શકે છે. આ ઓફરમાં યામાહાના ઉદ્યોગ અગ્રણી 10 વર્ષની ‘ટોટલ વોરંટી’નો સમાવેશ થાય છે જે RayZRને 125cc સેગમેન્ટમાં વધુ આકર્ષક પસંદગી બનાવે છે.
આ 10 વર્ષની ‘ટોટલ વોરંટી’માં 2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને 8 વર્ષની વિસ્તરિત વોરંટીનો સમાવેશ થાય છે અને તે મહત્ત્વના એન્જિન અને ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટને આવરી લે છે જેમાં ફ્યૂઅલ ઇન્જેક્શન (FI) સિસ્ટમને 1,00,000 કિમી સુધીનો સમાવેશ થાય છ. તે સંપૂર્ણપણે પછીના માલિકને તબદિલીપાત્ર છે, આ ઉદ્યોગ અગ્રણી કવરેજ યામાહાના પોતાની પ્રોડક્ટ ટકાઉતામાં આત્મવિશ્વાસ દર્શાવે છે અને લાંબા ગાળાના માલિકી મૂલ્યમાં વધારો કરે છે.
RayZR 125 Fi હાઇબ્રિડ આજના શહેરી રાઇડર્સ (સવારો)ની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ કામગીરી અને વ્યવહારિકતા બંનેને પરિપૂર્ણ કરે છે. હાઇબ્રિડ પાવર આસિસ્ટ સાથેનું તેનું 125cc Fi બ્લુ કોર એન્જિન ઉન્નત એક્સીલરેશન અને ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે – જે ઝડપી શહેરી મુસાફરી માટે આદર્શ છે. સ્માર્ટ મોટર જનરેટર (એસએમજી) સરળ, શાંત શરૂઆત સુનિશ્ચિત કરે છે, જે દૈનિક સવારીને વધુ અનુકૂળ બનાવે છે. E20 ઇંધણ સુસંગતતા સાથે, તે ભવિષ્ય માટે તૈયાર છે, અને 21-લિટર અંડર-સીટ સ્ટોરેજ તેને રોજિંદા ઉપયોગ માટે વ્યવહારુ બનાવે છે. રાઇડર્સને વધુ સારી સવારી આરામ માટે ફ્રન્ટ ટેલિસ્કોપિક સસ્પેન્શન, વધારાની સલામતી માટે સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ સ્વિચ, ટ્રાફિકમાં સુધારેલા માઇલેજ માટે ઓટોમેટિક સ્ટોપ-એન્ડ-સ્ટાર્ટ સિસ્ટમ અને Y-કનેક્ટ બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓનો પણ લાભ મળે છે જે તેમને સફરમાં માહિતગાર અને કનેક્ટેડ રાખે છે.
મોડેલ
વેરિયન્ટ
ઉપલબ્ધ કલર્સ
નવી કિંમત
(એક્સ-શોરૂમ, દિલ્હી)
Ray ZR 125 Fi Hybrid
ડ્રમ
સ્યાન બ્લ્યુ, મેટાલિક બ્લેક અને મેટ રેડ
79,340
ડિસ્ક
સ્યાન બ્લ્યુ, મેટાલિક બ્લેક, મેટ રેડ, રેસિંગ બ્લ્યુ અને ડાર્ક મેટ બ્લ્યુ
86,430
Ray ZR 125 Fi Hybrid Street Rally
ડિસ્ક
આઇસ ફ્લુઓ વર્મમિલીયન, સાયબર ગ્રાન એન્ડ મેટ બ્લેક
92,970
યામાહા આકર્ષક પ્રોડક્ટ્સ અને ગ્રાહક-કેન્દ્રિત પહેલ દ્વારા રાઇડર્સ માટે વધુ ઊંડું મૂલ્યનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 1955માં તેની સ્થાપનાને વેગ આપતી ભાવના સાથે, યામાહા તેના ગ્રાહકોના વિશ્વાસ અને 70 વર્ષના તેના ભવ્ય વારસા દ્વારા સંચાલિત નવા પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખશે.