Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટી નવાજૂની

સીવી આનંદ બોસે ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી યોજાય તે પહેલા જ અહીંના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે.

અહીંના રાજ્યપાલ સીવી આનંદ બોસે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયને લઈને પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે બરાબર ચૂંટણી પહેલા જ રાજ્યપાલ દ્વારા પોતાનું પદ છોડી દેવામાં આવ્યું, જેથી આ ઘટનાક્રમને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

સીવી આનંદ બોસે ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ૫ માર્ચે સાંજે ૫ વાગ્યાની આસપાસ રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી છે. હાલ તેઓ દિલ્હીમાં છે અને તેમણે રાજીનામું કેમ આપ્યું છે તેને લઈને હજુ કોઈ સત્તાવાર કારણ સામે નથી આવી શક્યું.

Related posts

ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ

Master Admin

મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

Master Admin

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરુ!

Master Admin

Leave a Comment

Translate »