Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

તસ્કરો ૨.૪૦ લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયા

૩ સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યા

હાલ રાજકોટ ખાતે રહેતા અને વ્યવસાયે વેપારી છે, તેમણે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર,તા.૩ એપ્રિલ ૨૦૨૬ — જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા ૩ સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તા.૩૧/૦૩/૨૦૨૬ના સાંજના સાતેક વાગ્યાથી તા.૦૧/૦૪/૨૦૨૬ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે, અંદાજે ૭ કિ.મી. દૂર હરિપર પીયાવા ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો. ફરિયાદી ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ વાડોદરિયા (ઉંમર ૪૯), હાલ રાજકોટ ખાતે રહેતા અને વ્યવસાયે વેપારી છે, તેમણે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદ મુજબ, અજાણ્યા તસ્કરોએ ફરિયાદી તેમજ મોહનભાઈ રતનાભાઈ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી આશરે ૯૦૦૦ મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.૧,૮૦,૦૦૦) તથા કુણાલભાઈ મોહનભાઈ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથી આશરે ૩૦૦૦ મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.૬૦,૦૦૦) મળી કુલ ૧૨,૦૦૦ મીટર કોપર વાયર (કુલ કિંમત રૂ.૨,૪૦,૦૦૦)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

Related posts

શાળા સમયમાં ફેરફાર કરવાની શૈક્ષણિક મહાસંઘે કરી રજૂઆત

Master Admin

ગુજરાતમાં ’SIR’ વિવાદઃ ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-૭ પાછા લેવા પડ્યા

Master Admin

વસ્ત્રાલમાં અકસ્માત કરનાર ઝડપાયો, નશામાં ચૂર હતો કારચાલક

Master Admin

Leave a Comment

Translate »