.
રામકથામાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની વિશેષ ઉપસ્થિતિ.
કથા જપ છે.
સત્ય એકવચન,પ્રેમ દ્વિવચન અને કરુણા બહુવચન છે.
અધ્યાત્મ વગરનું સંગીત ઉહાપોહ છે.
સંગીત ત્યાં સુધી જ આધ્યાત્મિક રહે છે જ્યાં સુધી એ આપણો ધર્મ બનીને રહે,ધંધો ન બને.
યવતમાલ મહારાષ્ટ્ર ખાતે ચાલી રહેલી રામકથાના આઠમા દિવસે આજે વિશિષ્ટ પ્રકલ્પ સાથે કથા શરૂ થઈ.
મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ અને તેની કેબિનેટના મંત્રીઓ તેમજ સંસદ સભ્ય વ્યાસપીઠ પ્રતિ સન્માન માટે આવ્યા.
બાપુનું હારતોરાથી સ્વાગત તેમજ મેમેન્ટો અર્પણ કરીને અભિવાદન કર્યું.
કર્મઠ પત્રકાર અને સ્વાતંત્ર સેનાની જવાહરબાબુ દર્ડાનાં જીવનનું પુસ્તક વિવિધ ભાષાઓમાં પ્રગટ થયું એ અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલું પુસ્તક ‘પેઇન એન્ડ પર્પઝ’ આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ તેમજ દર્ડા પરિવારનાં અખબાર ‘લોકમત’નાં પ્રમુખ વિજય બાબુ તેમજ દર્ડા પરિવાર દ્વારા વ્યાસપીઠને એ પુસ્તક લોકાર્પણ થયું.
બાપુએ તેની પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું કે રાજપીઠ વ્યાસપીઠનું સન્માન કરે છે,હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કે આપણને બળ મળે અને એ બળનું ફળ મહારાષ્ટ્રની છેલ્લામાં છેલ્લી જનતા સુધી પહોંચે. અહીં પુસ્તક લોકાર્પણની સાથે બ્રહ્માર્પણ થયું કારણ કે શબ્દ બ્રહ્મ છે.
સાથે-સાથે વારકરિ પરંપરા કે જે ખૂબ જ પૌરાણિક પરંપરા છે જેમાં તુકારામજી પણ દીક્ષિત થયા એની વાત કરતા કહ્યું કે તુકારામ સદેહ સ્વર્ગ ગયા એ આની પહેલા દેવુંમાં કથા હતી ત્યારે એની વ્યાખ્યા કરેલી.
સંગીત અધ્યાત્મ સાથે બહુ જોડાયેલું છે.અધ્યાત્મ વગરનું સંગીત ઉહાપોહ છે.આપણા શરીરમાં સાત ચક્ર છે.સંગીતના સાત સ્વરમાંનો પ્રથમ સ્વર ‘સા’ એ મૂલાધારથી નીકળે છે અને આરોહમાં અલગ-અલગ સ્વર ચક્રભેદન કરીને ફરી અવરોહમાં આવે છે.
સંગીત ત્યાં સુધી જ આધ્યાત્મિક રહે છે જ્યાં સુધી એ આપણો ધર્મ બનીને રહે,ધંધો ન બને.
વારકરિ સંપ્રદાયે એને ધર્મ બનાવ્યો છે.
પરમ રમ્ય ગિરિવર કૈલાસૂ;
સદા જહા સિવ ઉમા નિવાસૂ.
શિવ વિરાગ પણ છે,અનુરાગ પણ છે અને રાગ પણ છે.કૈલાશમાં સિદ્ધ,મુનિ,કિન્નર,ગંધર્વ,યોગી,દેવ અને તપસ્વી રહે છે.આજે પણ ઓરિસ્સા અને બંગાળમાં બાઉલના રૂપમાં નૂરાની સંગીત સચવાયું છે.
દરેક ક્ષેત્રમાં સ્કોલર નહીં પણ સ્મોલર બનીને રહેવું જોઈએ.
જણાવ્યું કે ગુરુકૃપાથી એક ભજન પંચક છે.એક ભજન માતૃ પિતૃ ભક્તિ,બીજું ગુરુ ભક્તિ,ત્રીજું ઈશ્વર ભક્તિ,ચોથું રાષ્ટ્રભક્તિ અને પાંચમું વિશ્વભક્તિ માટે છે.આપણે એ બધામાંથી પસાર થવું પડશે.
ભાગવતનું નાભાગ ચરિત્ર આખું સંભળાવ્યું.એક નાનકડો બાળક નાભાગ ભણીને પોતાના પિતાનો ભાગ માગવા નીકળે છે એ વખતે ભાઈઓ કહે છે કે સંપત્તિ વહેંચાઈ ગઈ અને તારા ભાગમાં પિતા આવ્યા છે!
કિસી કે હિસ્સે મેં મકાન આયા,
કિસી કે હિસ્સે મેં દુકાન આઈ;
મેં ઘર મેં સબસે છોટા થા,
મેરે હિસ્સે મેં મા આઈ!
નાભાગ પિતાની સેવા કરે છે અને અંગીરસના યજ્ઞમાં પૂર્ણાહુતિનો મંત્ર પિતાજી પાસેથી મેળવીને જાય છે અને ખૂબ જ મોટી દક્ષિણા મેળવે છે,શિવ પ્રસન્ન થાય છે એ સંપૂર્ણ કથા-જે નાભાગનાં પુત્રરૂપે અંબરીષ પ્રખ્યાત છે.
કથા જપ છે.
રામકથાના બાકીના વિવિધ કાંડોની સંક્ષિપ્ત કથા આગળ વધારીને બાપુએ કાગભુશુંડીના ન્યાયથી અયોધ્યા કાંડને સમાપન કરતી વખતે કહ્યું કે વિરાગ વિરતિ બે રીતે મળી શકે છે:ભરત ચરિત્ર એટલે કે પ્રીતિમાંથી વિરતિ જન્મે છે અને ઉત્તરકાંડમાં રામ કહે છે ધર્મમાંથી વૈરાગ્ય જન્મે છે.
અરણ્ય કાંડ,કિષ્કિંધા કાંડ અને સુંદરકાંડ તેમજ લંકાકાંડની કથાઓનું વિહંગાવલોકન કરીને,દરેક કાંડની વિશેષ પંક્તિઓનું ગાન કરીને રામ રાજ્યાભિષેક સુધીની કથા તરફ લઈ જતા બાપુએ કહ્યું કે સત્ય એક વચન-પોતાના માટે જ હોવું જોઈએ,દુનિયા બોલે કે ના બોલે,પ્રેમ દ્વિવચન અને કરુણા બહુવચન છે.
આવતીકાલે ઉપસંહારક વાતો કહીને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.