Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ફ્યૂલના ભાવ વધશે તો ભારત સહિતના દેશોમાં મોંઘવારી માઝા મૂકશે

ઈરાને હોર્મુઝ ખાડીનો માર્ગ બંધ કરાવ્યો

ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ જળમાર્ગ પર મિસાઈલો અને યુદ્ધજહાજો ગોઠવી દીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૧ ફેબ્રુઆરી ૨૦૨૬ – ઈઝરાયલ અને અમેરિકા દ્વારા થયેલા હુમલાના પ્રતિકારરૂપે ઈરાને ઐતિહાસિક પગલું ભરતાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવી હોર્મુઝ ખાડીનો જળમાર્ગ બંધ કરી દીધો છે. ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ જળમાર્ગ પર મિસાઈલો અને યુદ્ધજહાજો ગોઠવી દીધા છે. પરિણામે અખાતી દેશોમાંથી થતા તેલ અને ગેસના વહન પર ગંભીર અસર પડી છે. આ અંગે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, આ નાકાબંધીને કારણે પુરવઠામાં અચાનક ઘટાડો થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ તેજીથી ઉછળી શકે છે અને ઇં૧૫૦ પ્રતિ બેરલને વટાવી શકે છે. જો આવું બને તો આખી દુનિયાના અર્થતંત્ર પ્રભાવિત થશે અને મોંઘવારી વધશે.

IRGC એ રેડિયો પર જાહેરાત કરી છે કે હોર્મુઝ ખાડીમાંથી કોઈ જહાજને પસાર થવા દેવાશે નહીં. ખાડીમાં કામ કરતા જહાજોને ફૐહ્લ રેડિયો પર આવા સંદેશા મળી રહ્યા છે. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ પણ આ ચેતવણીની પુષ્ટિ કરી છે.
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા છે, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇ માર્યા ગયા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસને આગળ વધતો રોકવા માટે આ હુમલા કરાયા હોવાનું અમેરિકાએ જણાવ્યું છે. તેના જવાબમાં ઈરાને પણ મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો પર હુમલા કર્યા છે અને દાવો કર્યો છે કે તેમના હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે. યુદ્ધના ભાગરૂપે વૈશ્વિક અર્થતંત્રોને નુકસાન પહોંચાડવાના ઈરાદે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. સુરક્ષા જોખમ વધવાને કારણે મોટી ઓઈલ કંપનીઓએ હોર્મુઝ જળ માર્ગ દ્વારા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસના પુરવઠાનું આવાગમન અસ્થાયી રીતે બંધ કરી દીધું છે. અહીંથી પસાર થતા જહાજો પર ઈરાન હુમલો કરી દે તો ઓઈલ કંપનીઓને મોટું નુકસાન થાય એમ છે, જેથી તમામ કંપનીઓએ હાલ આ વિસ્તારમાં જહાજોને જતા અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળે છે કે, આ જહાજો સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ જેવા બંદરો પાસે ભેગા થઈ રહ્યા છે.

હોર્મુઝની ખાડી કે જળ માર્ગ એ પર્શિયાની ખાડી અને ઓમાનના અખાત વચ્ચે આવેલો સાંકડો દરિયાઈ માર્ગ છે, જે અંગ્રેજીમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ તરીકે ઓળખાય છે. હોર્મુઝનો જળ માર્ગ આ સમગ્ર વિસ્તારને હિંદ મહાસાગર સાથે જોડતો અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે. વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ઊર્જા પુરવઠાની દૃષ્ટિએ તે અત્યંત નિર્ણાયક છે.

આ જળ માર્ગની સૌથી લાંબી સરહદ ઈરાન સાથે છે, જ્યારે દક્ષિણમાં તેની સરહદ સંયુક્ત આરબ અમીરાત તથા ઓમાનને સ્પર્શે છે. આ જળ માર્ગની લંબાઈ આશરે ૧૬૦ કિ.મી અને પહોળાઈ ૩૩ કિ.મી. છે. અહીંથી જહાજોને પસાર થવા માટેની નેવિગેશન લેન્સ તો માત્ર ૩.૨૦ કિ.મી. પહોળી છે, તેથી આ જળ માર્ગને બંધ કરવો સરળ છે. વિશ્વના કુલ દરિયાઈ ઓઈલ વેપારના લગભગ ૨૫% જહાજો અહીંથી પસાર થાય છે. આ જ માર્ગેથી રોજ આશરે ૨૦ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને અન્ય ફ્યૂલ વૈશ્વિક બજારોમાં પહોંચે છે.

સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાક જેવા OPEC સભ્યો તથા એશિયાના અનેક દેશો આ જળ માર્ગનો ઉપયોગ કરે છે.

Related posts

યુઆનને વૈશ્વિક કરન્સી બનાવવાની ચીનની હાકલથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા

Master Admin

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં ભારતીય વિદ્યાર્થીઓનો US પ્રત્યે મોહભંગ

Master Admin

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન

Master Admin

Leave a Comment

Translate »