Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી

પૂર્વ IPS મનોજ નિનામાની રાજકારણમાં એન્ટ્રી

અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ૬ વોર્ડના ૨૪ અને બાયડ નગરપાલિકાના ૬ વોર્ડના ૨૪ ઉમેદવારોની જાહેરાત

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૯ એપ્રિલ ૨૦૨૬ — સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરુઆત કરી છે.

ગાંધીનગરમાં ભાજપની બેઠકનો ધમધમાટ શરૂ થયા બાદ ઉમેદવારો જાહેર કરવાની શરુઆત થઈ છે. ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરી છે. મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા તા.પંની યાદી જાહેર કરી છે. શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે. મોડાસા અને બાયડ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે.

ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોના પસંદગીની પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ૬ વોર્ડના ૨૪ અને બાયડ નગરપાલિકાના ૬ વોર્ડના ૨૪ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના ૨૦, ભીલોડા તાલુકા પંચાયતના ૨૦, બાયડ તાલુકા પંચાયતના ૧૮, માલપુર તાલુકા પંચાયતના ૧૬, મેઘરજ તાલુકા પંચાયતના ૨૨, શામળાજી તાલુકા પંચાયતના ૧૬ અને સાઠંબા તાલુકા પંચાયતના ૧૬ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

IPS તરીકે તાજેતરમાં જ મનોજ નિનામાએ રાજીનામુ ધરી દીધુ હતું અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજીનામા બાદ ૈંઁજી મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ૪૨ વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું.અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

Master Admin

રાજ્યમાં આજથી ૧૫ દિવસ સુધી હેલ્મેટ ડ્રાઈવ

Master Admin

ઓલ ગુજરાત ફેડરેશનઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠીઅને 7મી માર્ચ, 2026ના રોજ યોજાયેલ બે દિવસીય ટેક્સ કોનક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »