Nirmal Metro Gujarati News
sports

રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત

ડબલ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાર્યું

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૧૮૭ રન બનાવ્યા, જ્યારે અફઘાનિસ્તાને પણ જવાબમાં ૧૮૭ રન બનાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનું પરિણામ બીજી સુપર ઓવરમાં આવ્યું. ૧૮૮ રનનો પીછો કરતા અફઘાનિસ્તાને શાનદાર બેટિંગ કરી. આખી મેચ દરમિયાન એવું ક્યારેય લાગ્યું નહીં કે કોઈ એક ટીમનું પલડું ભારે છે. દરેક બોલ રોમાંચથી ભરેલો હતો.

આ સિઝનની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ કહી શકાય. અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી અને તેણે ૯ વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૩ રનની જરૂર હતી, પરંતુ ફક્ત એક વિકેટ હાથમાં હતી. નૂર અહેમદ સ્ટ્રાઈક પર હતો. છેલ્લી ઓવર કાગીસો રબાડાને આપવામાં આવી હતી. નૂર અહેમદ પહેલા બોલ પર કેચ આઉટ થયો હતો, અને એવું લાગતું હતું કે મેચ સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ તે નો-બોલ હતો.

ત્યારબાદ એક વાઈડ બોલ આવ્યો અને પહેલો લીગલ બોલ ડોટ હતો. નૂર અહેમદે બીજા લીગલ બોલ પર સિક્સર ફટકારી. ત્રીજો બોલ ડોટ હતો અને નૂર અહેમદ ચોથા બોલ પર બે રન માટે દોડ્યો. જોકે, ચોથો બોલ પણ નો-બોલ હતો, જેનો અર્થ એ થયો કે મેચ અફઘાનિસ્તાનના પક્ષમાં હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે ત્રણ બોલમાં બે રનની જરૂર હતી. બેટ્‌સમેનોને ફ્રી હિટ પર બોલ્ડ કે કેચ આઉટ થતા નથી, પરંતુ ફઝલહક ફારૂક બીજા રનનો પ્રયાસ કરતી વખતે રન આઉટ થયો. આનાથી મેચ સુપર ઓવરમાં ગઈ. જો રન આઉટ ના થયો હોચ તો આ મેચ અફઘાનિસ્તાનના હાથમાં હતી.

અફઘાનિસ્તાને સુપર ઓવરમાં પહેલા બેટિંગ કકતા ૧૭ રન બનાવ્યા. લુંગી ન્ગીડી દ્વારા ફેંકાયેલી આ ઓવરમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈએ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.

સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ મેદાનમાં આવ્યા. બ્રેવિસે બીજા બોલ પર સિક્સર ફટકારી અને ત્રીજા બોલ પર આઉટ થયો. ત્યારબાદ ટ્રિસ્ટન સ્ટબ્સ મેદાનમાં આવ્યા અને ચોગ્ગો ફટકાર્યો. એક બોલમાં સાત રનની જરૂર હતી ત્યારે, સ્ટબ્સે છગ્ગો મારીને સ્કોર બરાબરી કર્યો. મેચ બીજી સુપર ઓવરમાં ગઈ.

બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૩ રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાન ૧૮ રન જ બનાવી શક્યું અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

Related posts

વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ થતાં ફેન્સ ટેન્શનમાં!

Master Admin

ભારતના સૌથી મોટા ક્રિએટર માર્કેટપ્લેસમાંથી એક મીશો પર લોન્ચ થયું: પ્રથમ વર્ષમાં 14.5 મિલિયન વપરાશકર્તાઓ અને 21,000 પ્રભાવકો સાથે કન્ટેન્ટ કોમર્સ શરૂ થશે

Reporter1

IndianOil UTT Season 6: Ankur Bhattacharjee Stuns World No. 55 Kirill Gerassimenko as Kolkata ThunderBlades Edge Stanley’s Chennai Lions in 8-7 Thriller

Reporter1

Leave a Comment

Translate »