Nirmal Metro Gujarati News
business

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

 

‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈન ત્રણ મુખ્ય પાયા પર નિર્માણ કરાયો છેઃ ઊર્જા બચત, બહેતર વોરન્ટી લાભો અને જીએસટી કપાત.

બીસ્પોક AI એર કંડિશનરના ખરીદદારોને ફેસ્ટિવ સીઝન દરમિયાન મફત ઈન્સ્ટોલેશન, આકર્ષક કેશબેક અને વિસ્તારિત વોરન્ટીના લાભો મળશે.

ગ્રાહકોને ફેસ્ટિવ ઓફર્સના ભાગરૂપે રૂ. 21,000 સુધી મૂલ્યના લાભો મળશે.

 

ગુરુગ્રામ, ભારત, 30 સપ્ટેમ્બર, 2025:  ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડમાંથી એક સેમસંગે આજે બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા કરી છે, જે આ ફેસ્ટિવ સીઝનમાં ગ્રાહકો માટે રૂ. 21,000 સુધી બચતો ઉજાગર કરી શકે છે. ઊર્જા બચતો, બહેતર વોરન્ટી લાભો અને જીએસટી કપાતના ત્રણ પાયા પર નિર્મિત ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈન આ ફેસ્ટિવ સીઝનમાં બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે.

‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનના ભાગરૂપે ગ્રાહકો પ્રીમિયમ બીસ્પોક AI એર કંડિશનર્સની ખરીદી પર ખાસ 5-5-50 ઓફર મેળવી શકે છે, જેમાં 22 સપ્ટેમ્બર અને 10 નવેમ્બર, 2025 વચ્ચે 50 દિવસના સમયગાળામાં જો ખરીદી કરાય તો મોજૂદ 5 વર્ષની વ્યાપક વોરન્ટી ઉપરાંત 5 મહિનાની વધારાની વ્યાપક વોરન્ટીનો સમાવેશ થાય છે.

બીસ્પોક AI એર કંડિશનરના ગ્રાહકોને રૂ. 1500 મૂલ્યના મફત ઈન્સ્ટોલેશન અને રૂ. 4000 સુધી બેન્ક કેશબેક સાથે રૂ. 3800 સુધી જીએસટી ઘટાડાનો લાભ પણ મળશે, જેથી પરિવારો માટે આ ફેસ્ટિવ સીઝનમાં ઘરે વધુ સ્માર્ટ, વધુ ઊર્જા કાર્યક્ષમ બીસ્પોક AI એસી લાવવા માટે ઉત્તમ સમય બનાવે છે.

ગ્રાહકો બીસ્પોક AI એસી ખરીદી કરે તેઓ રૂ. 12,000 સુધી મૂલ્યની વ્યાપક વોરન્ટીનાં 5 વર્ષ ઉપરાંત વધારાની 5 મહિનાની વોરન્ટી માટે પણ પાત્ર બનશે.

એકંદરે જીએસટી દર ઘટાડા સાથે આ લાભો સેમસંગ બીસ્પોક AI એર કંડિશનરને અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ બનાવે છે.

“અમને ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈન થકી અમારા ગ્રાહકો સાથે ફેસ્ટિવ સીઝનની ઉજવણી કરવાની ખુશી છે, જે અમારી આધુનિક ટેકનોલોજીને અગાઉ કરતાં વધુ પહોંચક્ષમ બનાવે છે. અમારી 5-5-50 ઓફર અનોખી છે, જે જીએસટી ઘટાડાનો લાભ, વિસ્તારિત વોરન્ટી, ફ્રી ઈન્સ્ટોલેશન અને બેન્ક કેશબેક સાથે ઘરે બીસ્પોક AI એર કંડિશનર્સ લાવવા પરિવારોને પ્રોત્સાહિત કરવા માટે રજૂ કરવામાં આવી છે. અમારી બીસ્પોક AI એર કંડિશનર રેન્જમાં રોજબરોજનું જીવન બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે અને આ ઓફરો વધુ સ્માર્ટ, ઊર્જા કાર્યક્ષમ કૂલિંગને વધુ પુરસ્કૃત બનાવે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ઘુફરાન આલમે જણાવ્યું હતું.

બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ કમ્ફર્ટ અને કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે તૈયાર કરાયાં છે, જે ઓછા વીજ ઉપભોગ સાથે શક્તિશાળી કૂલિંગ પ્રદાન કરે છે. ગ્રાહકો સેમસંગ બીસ્પોક AI એર કંડિશનર્સમં AI એનર્જી મોડ થકી 30 ટકા સુધી વધુ ઊર્જાની બચત કરી શકે છે. ફીચર્સમાં વિંડફ્રી કૂલિંગ, AI ફાસ્ટ અને કમ્ફર્ટ મોડ, 5-સ્ટેપ કન્વર્ટિબલ કૂલિંગ અને શાંત કામગીરી આધુનિક જીવન માટે તેને આદર્શ બનાવે છે.

કોપર કન્ડેન્સર સાથે ટકાઉ નિર્માણ, સ્માર્ટ સુવિધાઓ, જેમ કે, વાય-ફાય અને સ્માર્ટથિંગ્સ એપ કંટ્રોલ, છૂપું LED પેનલ ડિસ્પ્લે, ઘણાં બધાં કૂલિંગ મોડ્સ (ટર્બો, સ્લીપ, ડિહ્યુમિડિફિકેશન વગેરે) અને આધુનિક ફિલ્ટર ટેકનોલોજી (ફ્રીઝ વોશ, ઓટો- ક્લીન, એન્ટી- બેક્ટેરિયલ ફિલ્ટર) પરફોર્મન્સ, હાઈજીન અને ઉપયોગમાં આસાન હાથોહાથ જાય તેની ખાતરી રાખે છે.

ગ્રાહકો સેમસંદના અધિકૃત પાર્ટનર સ્ટોર્સ, Samsung.com અને અગ્રણી ઈ-કોમર્સ મંચો ખાતે આ ફેસ્ટિવ ઓફર્સ મેળવી શકે છે. ફેસ્ટિવલ ગેધરિંગ્સ માટે ઘરો તૈયાર કરવું હોય કે વહાલાજનો માટે કમ્ફર્ટની ખાતરી રાખે છે, જે હવે સેમસંગ બીસ્પોક AI એર કંડિશનર ઘરે લાવવાનો ઉત્તમ સમય છે.

 

Related posts

Toyota Kirloskar Motor Concludes Annual Toyota Safety Education Programme- Batch 2, in Bangalore, Reinforcing Commitment to Road Safety Awareness

Reporter1

Toyota Kirloskar Motor Sells 27,324 units in the month of April 2025

Reporter1

How a True AI Companion Can Unleash Your Creativity

Reporter1
Translate »