Nirmal Metro Gujarati News
Gujarat

અમદાવાદની ૧૫, વડોદરાની ૧૦થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતને ખાલીસ્તાન બનાવવાની ચીમકી

જે સ્કૂલોમાં ધમકીઓ મળી હતીે તે શાળામાં રજા આપી દેવાઈ હતી : તપાસમાં કોઈ શાળામાં વાંધાજનક વસ્તુઓ મળી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતની ૨૫ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની ૧૫ અને વડોદરાની ૧૦ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઘટનાની જાણ થતા પોલીસની અલગ- અલગ ટીમોએ સ્કૂલમાં ચેકિંગ શરૂ કર્યું હતું. વડોદરા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે બોમ્બ સ્કવૉડ, ડૉગ સ્કવૉડની ટીમોને સાથે રાખી સ્કૂલોમાં તપાસ શરૂ કરી હતી.

અમદાવાદની ૧૫, વડોદરાની ૧૦થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ગુજરાતને ખાલીસ્તાન બનાવવાની ધમકી અપાઈ હતી. અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શાળામાં વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીવાળા ઈ-મેઈલની તપાસ કરવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો હતો.

વડોદરાની ડી.આર.અમીન, ઉર્મી સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કૂલ, નવયુગ, જીવન સાધના, ડભોઈની છઉજી સ્કૂલ, વાઘોડિયાની જીપીએસ, વાસણાની બ્રાઈટ ડે સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે સ્કૂલોમાં ધમકીઓ મળી હતી તે શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી.

અમદાવાદની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા, સેટેલાઈટની એવન સ્કૂલ, કૃષ્ણનગરની અંકુર ઈંટરનેશનલ સ્કૂલ, નવરંગપુરાની સંત કબીર, બાપુનગરની સિલ્વર બેલ સ્કૂલ, બોપલની તુલીપ ઈંટરનેશનલ, નવરંગપુરાની એજી સ્કૂલ, જીય્ફઁ ગુરુકુળ સ્કૂલ, જે.જી ઈંટરનેશનલ, દિવાલ બલ્લુભાઈ, સીએન વિદ્યાલય,વિજયનગર, ખાલસા લિટલ સ્કૂલ, ઘોડાસરની જીવીબા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

અમદાવાદની ડ્ઢછફ ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઈટની એ- વન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. તે સિવાય વડોદરામાં સમાની ઉર્મી સ્કૂલ, જીવન સાધના, શાનેન સ્કૂલ, નાલંદા સ્કૂલ અને વડોદરાની ડી.આર. અમીન, બ્રાઈટ ડે સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ મળતા અમદાવાદ,વડોદરાની સ્કૂલોમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. વડોદરાની સ્કૂલે બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓને જાણ કરી હતી. અગાઉ પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ ચૂકી છે. ઈ-મેઈલમાં ગુજરાત બનશે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો. અત્યાર સુધીમાં ક્યાંય પણ પોલીસના ચેકિંગમાં વાંધાજનક વસ્તુ મળી નથી.

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં સાયબર ક્રાઈમની મદદથી તપાસ કરી રહી છે. શાળા સંચાલકોએ બોમ્બની ધમકી અંગે માહિતી આપતા તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગની ટીમો જે તે શાળા પર પહોંચી છે.

હાલ જે સ્કૂલોને ધમકી મળી તે સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાથે જ ઊર્મિ સ્કૂલ હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્કૂલોને ધમકી મળી હોવાના સમાચાર મળતા વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ દોડી આવ્યા હતા. વડોદરાની ૫ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે.

આગામી ૨૬ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તેના ૧૦ દિવસ પહેલા જ શાળાઓને બોમ્બની ધમકીભર્યો ઇમેઇલ મળતા તંત્ર દોડતું થયું છે. સતત ત્રીજીવાર શાળાઓને બૉમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઇમેઇલ સામે તંત્ર ફરી એકવાર લાચાર સાબિત થયું છે. ફરીવાર અમદાવાદની ૧૫ શાળાઓને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે તેવામાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, તેની તૈયારીઓ પૂર્ણ છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેવું જણાવી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સંતોષ માન્યો છે.

Related posts

હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ પર રેડ, ૮૧ની અટકાયત

Master Admin

સ્વિગી અને રોબિન હૂડ આર્મીની ‘વિન્ટર વંડરલેન્ડ’ ઝુંબેશઃ સમગ્ર ગુજરાતમાં 490થી વધુ ભોજનનું વિતરણ

Master Admin

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને આખરી વળતરની પ્રક્રિયા શરૂ થઈ

Master Admin

Leave a Comment

Translate »