Nirmal Metro Gujarati News
City NewsGov. of GujaratGujarat

અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા

વિધાનસભામાં પોલ ખુલી!

સ્માર્ટ પાર્કિંગ સહિતના બે આયોજન પણ અધૂરા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ગાણાં વારે-તહેવારે ગવાતા હોય છે. ત્યારે ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં કોઈ નવા કામ મંજૂર કરાયા નથી.

વિધાનસભામાં ચાલતી પ્રશ્નોારી દરમિયાન ખુદ રાજ્ય સરકારના મંત્રીએ આ જવાબ આપ્યો છે.

ગુજરાત વિધાનસભાની પ્રશ્નોારીમાં અમદાવાદના વિકાસની પોલ ખોલતી બાબત સામે આવી છે.

જમાલપુર-ખાડિયાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં ભારત સરકારના સ્માર્ટ સિટી સિટી મિશન પ્રોજેક્ટ હેઠળના કોઈ નવા કામ બે વર્ષમાં મંજૂર કરવામાં આવ્યા નથી. જોકે સામાપક્ષે એવો દાવો કરાયો છે કે, આ મિશન હેઠળની સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિ. કંપની દ્વારા મ્યુનિ.ના ફંડમાંથી સ્માર્ટ પાર્કિંગ માટે ૨૫ કરોડ રૂપિયા અને અર્બન ઓબ્ઝર્વેટરી માટે ૬ કરોડ રૂપિયાના કામ મંજૂર કરાયા છે. અલબત, આ બંને કામ આજની સ્થિતિએ અનુક્રમે ૫૧.૪૪ ટકા અને ૯ ટકા પૂર્ણ થયા છે. એટલે કે બંને આયોજન હજી અઘૂરા છે.

Related posts

ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Master Admin

વસ્ત્રાલમાં અકસ્માત કરનાર ઝડપાયો, નશામાં ચૂર હતો કારચાલક

Master Admin

ભૂપેન્દ્ર પટેલે સાસણમાં જંગલ સફારીની મજા માણી દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા

Master Admin

Leave a Comment

Translate »