Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

ગૌરક્ષકો દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો હતો

લાઈટના થાંભલા સાથે જોરદાર અથડામણ કરી અને ડિવાઈડરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર મ્ઇ્‌જી કોરિડોરમાં મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. વાછરડા (ગૌવંશ) ભરેલી એક કારે બેફામ ઝડપે BRTS ટ્રેક પર દોડતા બસ સ્ટેન્ડનો દરવાજો તોડી નાખ્યો, લાઈટના થાંભલા સાથે જોરદાર અથડામણ કરી અને ડિવાઈડરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. આ અકસ્માત માં કારના એરબેગ ખુલી ગયા હતા અને કારની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, આ કારમાં ખૂબ જ ખરાબ હાલતમાં ચાર વાછરડાં ખીચોખીચ ભરેલાં હતાં.ગાડીમાંથી ઉતરીને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી, જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક પકડી પાડ્યો હતો. અકસ્માતનો અવાજ સાંભળતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે જોયું કે કારમાં ગૌવંશ ભરેલા છે.માહિતી અનુસાર, આ કાર ગૌવંશની તસ્કરી કરી રહી હતી. ગૌરક્ષકો દ્વારા તેનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પીછો ટાળવા માટે કારચાલકે અતિ ઝડપે ગાડી ચલાવી હતી અને BRTS ટ્રેક પર ચઢી ગયો હતો, જ્યાં આ અકસ્માત થયો. BRTS કોરિડોરમાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આવી બેફામ ડ્રાઈવિંગથી જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે.

અકસ્માતની જાણ થતાં જ વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારનું નિરીક્ષણ કર્યું અને એક આરોપીને અટકાયતમાં લીધો છે. બાકીના ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Related posts

હોળી-ધૂળેટી પર્વે રાહદારીઓ કે વાહનો ઉપર રંગ નાંખવા પર પ્રતિબંધ મુકાયો

Master Admin

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન

Master Admin

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગી

Master Admin

Leave a Comment

Translate »