Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકા ૮૦૦૦થી વધારે ફ્લાઇટ્‌સ કેન્સલ કરાઈ

  • અમેરિકા પર ઇતિહાસનું સૌથી મોટું સંકટ
  • અમેરિકામાં હાલ ભારે બરફવર્ષા અને તોફાનને જોતાં ૧૫ રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી હાઇ ઍલર્ટ અપાયું

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: અમેરિકામાં બરફના તોફાને દસ્તક દેતા હાહાકાર મચી ગયો છે. અચાનક જ ૮ હજારથી વધુ ફ્લાઇટ્‌સ રદ કરી દેવામાં આવી છે. આ ખતરો અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો હોવાનું જણાઈ રહ્યું છે.USના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દેશના અપાતકાળની સ્થિતિ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકામાં હાલ ભારે બરફવર્ષા અને તોફાનને જોતાં ૧૫ રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી હાઇ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા જ આવનારા ખતરાથી દેશને સચેત કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે. દેશ મોટા ભાગના રાજ્યો ભીષણ હિમયુગ જેવી ઠંડીના પ્રકોપનો સામનો કરવા તૈયાર રહે, જ્યાં તાપમાન માયનસ ૪૦ ડિગ્રી કરતાં પણ ઓછું જઈ શકે છે. મહત્ત્વનું છે કે અત્યારે અમેરિકાના અનેક રાજ્યોમાં બરફ વર્ષાએ કાળો કહેર મચાવ્યો છે. જેના કારણે ઘણા દિવસો સુધી વીજળી ઠપ થઈ શકે છે. મુખ્ય રસ્તાઓ બંધ થવાના સંભાવના છે.

અમેરિકાએ ખતરાને ભાંખી લેતા ૧૫ રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરવામાં આવી રહી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ FlightAware મુજબ શનિવારે ૩૪૦૦થી વધુ ફ્લાઇટ લેટ પડતાં રદ કરવામાં આવી છે. તેમજ અગમચેતી રાખી રવિવારની ૫ હજારથી વધુ ફ્લાઇટ રદ કરી છે. સંઘીય સરકારે મુસીબતને પહોંચી વળતાં માટે ૩૦ રેસ્ક્યૂ ટીમને સ્ટેન્ડબાય રાખી છે. ૭૦ લાખ લોકો માટે ભોજન, ૬ લાખ લોકો માટે ઠંડીથી બચવા માટેના ધાબળા તેમજ ૩૦૦ જેટલા જનરેટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

અમેરિકાના પૂર્વ કિનારાના વિસ્તારો, ખાસ કરીને ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં રવિવાર વહેલી સવારથી સોમવાર સુધી ભારે હિમવર્ષા અને શિયાળુ તોફાનની આગાહી કરવામાં આવી છે. આ પ્રતિકૂળ હવામાનને કારણે વિમાનની કામગીરી પર મોટી અસર પડવાની શક્યતા છે. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ ન્યુયોર્ક અને નેવાર્ક જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્‌સ રદ કરી છે. જે મુસાફરોએ આ તારીખો માટે બુકિંગ કરાવ્યું છે, તેમને એર ઇન્ડિયાની ટીમ સંપૂર્ણ મદદ કરશે. વધુ માહિતી માટે મુસાફરો એર ઇન્ડિયાના ૨૪ટ૭ કોલ સેન્ટર (+૯૧ ૧૧૬૯૩૨૯૩૩૩, +૯૧ ૧૧૬૯૩૨૯૯૯૯) પર સંપર્ક કરી શકે છે અથવા તેમની વેબસાઇટ airindia.com તપાસી શકે છે.

Related posts

અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે

Master Admin

ગાઝામાં સહાય જૂથોને કામગીરીની મંજૂરી વચ્ચે ઈઝારાયેલના હુમલાં ચાલુ

Master Admin

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

Master Admin

Leave a Comment

Translate »