પરમાત્મા ક્યારેક કંઈક ફેકે છે, ક્યારેક ખેંચી લે છે અને ક્યારેક આપણી આસપાસ વીંટળાઈ જાય છે.
માયાને પ્રેરિત કરવી પડે છે,સંદેહને ખેંચવો પડે છે અને પરમાત્મા આપણને ઘેરીને રહે છે.
ગુરુની પાદૂકા,યજ્ઞ,તુલસી,સદગ્રંથ અને માળા આપણું સૌભાગ્ય, મહાલક્ષ્મી છે.
આપણું ક્રિસ્મસ ટ્રી-તુલસી છે.
સપ્તશિખરની પર્વતમાળામાં ભગવાન બાલાજી તિરૂપતિના સાનિધ્યમાં તિરુમલા ખાતે ચાલી રહેલી રામકથાનો છઠ્ઠો દિવસ વિવિધ જિજ્ઞાસાઓથી ભર્યો-ભર્યો રહ્યો.
જે ત્રણ પંક્તિઓ લઈને આ કથાનું ગાન થઈ રહ્યું છે એનું થોડું ઊંડાણપૂર્વક દર્શન કરતા બાપુએ કહ્યું કે પ્રથમ પંક્તિમાં પ્રેરી શબ્દ છે-એટલે કે પ્રભુ સક્રિય થયા છેયબીજી પંક્તિમાં રામ રમા પતિ કર ધનું ત્યાં ખેંચો એટલે કે ખેંચવાની વાત કરી છે.અદભુત છે આ ગ્રંથ આ કોઈ ચોપડી નથી પણ સાધુઓનું કાળજુ છે એક-એક શબ્દ મહત્વનો છે.અને ત્રીજી વાત સપ્તસાગર મેખલા એટલે કે ઈશ્વર આપણી આજુબાજુ અસીમ રીતે વીંટળાયેલો છે.પરમાત્મા આવું કરે છે.પરમાત્મા વિનોદી છે.લીલા શબ્દ તો સારો છે જ પણ એક શબ્દ છે:ક્રિડા કરે છે.લીલામાં મર્યાદા હોય છે.જ્યારે ક્રિડા માં કોઈ મર્યાદા હોતી નથી.કૃષ્ણલીલામાં સ્વતંત્રતા વધારે દેખાય છે
એટલે કે પરમાત્મા ક્યારેક કંઈક ફેકે છે,ક્યારેક ખેંચી લે છે અને ક્યારેક આપણી આસપાસ વીંટળાઈ જાય છે.
બાપુએ કહ્યું કે જેને પ્રતિષ્ઠા મેળવી છે પણ હરિ નથી ભજ્યો,ખૂબ પૈસા હોવા છતાં પણ પ્રભુનું નામ લીધું નથી એ બધા જ બાળકો છે,એ બાલીશતા છે. જે રીતે અર્થ હસ્તાંતરિત કરીએ છીએ એ રીતે ધર્મ પણ હસ્તાંતરિત કરવો.એક ઉંમર થાય ત્યારે ઘરે બેસી જવું જોઈએ.ગુરુ પાસે બેસવાથી બોધ પ્રગટ થાય છે.આશ્રિત જ્યારે અણસમજ કરવા લાગે ત્યારે પરમાત્મા કૌતુક કરે છે અને પોતાની માયાને પ્રેરિત કરે છે.એ જ પરમાત્મા માયાને પાછી ખેંચી લે છે.હરિ નામથી કોઈ ભૂલ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત શિવનામ છે.મસ્તકમાં જેને સંશય,વહેમ, ભય અને સંદેહ રૂપી કીડા પરમાત્મા ખેંચી લે ત્યારે આપણે મુક્ત થઈએ છીએ.ત્રીજી ક્રિયા એ છે કે પરમાત્માને શોધવા જવા પડતા નથી એ મેખલા એટલે કે આપણે કંદોરો પહેરીએ છીએ એમ આપણી આજુબાજુ ઘેરાયેલો દેખાય છે.માયાને પ્રેરિત કરવી પડે છે,સંદેહને ખેંચવો પડે છે અને પરમાત્મા આપણને ઘેરીને રહે છે.
પાંચ સૌભાગ્ય રૂપી પાંચ મહાલક્ષ્મીની વાત કરતા બાપુએ કહ્યું કે પહેલી મહાલક્ષ્મી-ગુરુની પાદુકા છે. ગુરુની પાદુકા એ પરમ લક્ષ્મી છે,આપણું સૌભાગ્ય છે.પાદુકા ષડેશ્વર એટલે કે છ ઐશ્વર્યથી ભરેલી છે. પાદુકા આપણી રક્ષા કરે છે.પાદુકાની રક્ષા કરવા માટે ઈશ્વર તરફથી સંપુટ મળે છે.પાદુકા રામમંત્ર રૂપી બે અક્ષર છે.પાદુકા કુળની મર્યાદાની રક્ષા કરે છે.પાદુકા કર્મ કરવા માટે પ્રેરણા આપે છે.
બીજું સૌભાગ્ય-યજ્ઞ છે.યજ્ઞમાં પણ દેવતા તો અગ્નિ હોય છે.પછી એ જ્ઞાનયજ્ઞ,જીવનયજ્ઞ,પ્રેમયજ્ઞ હોઈ શકે.ગીતાજીમાં ત્રણ પ્રકારના યજ્ઞની વાત કરી છે. સાત્વિક યજ્ઞ,રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ.
ચોથુ સૌભાગ્ય-તુલસી આપણું સૌભાગ્ય છે.તુલસી એટલે વૃંદા જેને વિષ્ણુથી વિવાહ કરેલો.આજે જેનો વિશિષ્ટ દિવસ છે એ ઈસુ ખ્રિસ્ત ઉપરાંત બાજપાઈ નો જન્મદિવસ,મદનમોહન માલવિયજીનો પણ જન્મદિવસ આજે છે.પણ ૨૦૨૪ માં આજના દિવસને તુલસી દિવસ ઘોષિત કર્યો છે એટલે આપણું ક્રિસ્મસ ટ્રી તુલસી છે.તુલસી રુપી છોડ ઉપરાંત બીજું તુલસી એટલે તુલસીદાસ,ગોસ્વામી મહારાજ એ પણ આપણા માટે સૌભાગ્ય છે.અને તુરિયાતીત રામ,લક્ષ્મણ અને સીતા-આ ત્રણેય મળીને જે શબ્દ બને છે એ તુલસી પણ પરમ સૌભાગ્ય છે.
ચોથું સૌભાગ્ય વેદથી લઈ અને માનસ સુધી આપણું પરમ સૌભાગ્ય એ આપણો સદગ્રંથ,જે મહાલક્ષ્મી છે.પાંચમું માળા આપણું સૌભાગ્ય છે.માળા આપણી પરમ લક્ષ્મી છે.સાત પ્રકારની માળા-મારા સપ્તક કહેતા બાપુએ કહ્યું કે એક કરમાળા-બેરખો,બીજી જપમાળા,કંઠમાળા,મંત્રમાલા,મનમાળા,શ્વાસની માળા અને ગુરુમાળા આ માળા સપ્તક છે.

