Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

એપ્રિલથી દિલ્હી-હરિયાણા સહિત ૨૩ રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા

મતદાર યાદી સુધારણા માટે SIR મેગા-અભિયાનની જાહેરાત

આ પ્રક્રિયા બિહારમાં પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં ૧૨ રાજ્યોમાં ચાલી રહી છે : હવે બાકીના રાજ્યોમાં પ્રક્રિયા હાથ ધરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જીૈંઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચ (EIC)એ જાહેરાત કરી છે કે, SIR પ્રક્રિયા આ વર્ષે એપ્રિલમાં દેશભરમાં શરૂ થશે. આ પ્રક્રિયા બિહારમાં પૂર્ણ થઈ ગઈ છે અને હાલમાં ૧૨ રાજ્યોમાં ચાલી રહી છે. હવે બાકીના રાજ્યોમાં જીૈંઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હવે આ પ્રક્રિયામાં બાકી રહેલા દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત બાકીના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલમાં SIR શરૂ થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા આ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને તૈયારીઓ કરવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ચૂંટણે પંચે તેમના નોટિફિકેશનમાં કહ્યું છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને SIR સંબંધિત તમામ પ્રારંભિક તૈયારીઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરી છે, જેથી આ મેગા-અભિયાન એપ્રિલ મહિનામાં કોઈપણ વિક્ષેપ વિના શરૂ કરી શકાય.

દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં SIR હાથ ધરાશે.

જ્યારે BLO તમારા ઘરની આવે છે ત્યારે પરિવારના સભ્યો પાસે તેમના આધાર કાર્ડ, ઉંમર પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર હોવા આવશ્યક છે. વધુમાં જો પરિવારનો કોઈ સભ્ય ૧૮ વર્ષનો થઈ ગયો હોય, તો તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકાય છે. જો પરિવારનો કોઈ સભ્ય સ્થળાંતરિત થયો હોય, તો તેમનું નામ દૂર કરીને નવી મતદાર યાદીમાં ઉમેરી શકાય છે. આ ઉપરાંત જો તમારા મતદાર ૈંડ્ઢ પરનો ફોટો જૂનો અથવા ઝાંખો હોય તો તમે સ્પષ્ટ ફોટો આપીને તેને દૂર કરી શકો છો.

SIR પ્રક્રિયા હેઠળ બૂથ-સ્તરના અધિકારીઓ ઘરે ઘરે જઈને મતદાર યાદીમાં સૂચિબદ્ધ વ્યક્તિની ઓળખ ચકાસે છે, તે નક્કી કરે છે કે તે વ્યક્તિ હજુ પણ ત્યાં રહે છે કે નહીં. મૃતક વ્યક્તિઓના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત આ ઝુંબેશ દરમિયાન નામ, ઉંમર, નબળી-ગુણવત્તાવાળા ફોટા અને સરનામામાં ભૂલો સુધારવામાં આવે છે.

Related posts

ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, ૯ ઈજાગ્રસ્ત

Master Admin

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે

Master Admin

સહમતિથી બનાવેલો સંબંધ રેપ ન કહી શકાય

Master Admin

Leave a Comment

Translate »