૧૭.૯૭ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સફેદ રણ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહ વિભાગ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગ્રામ રક્ષક દળ અને નશાબંધી, વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર તેમજ રમતગમત, મીઠા ઉદ્યોગ જેવા વિષયો ઉપરની પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થઈ હતી. જેમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે.
જે અંતર્ગત આજે પ્રશ્નોત્તરીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે, ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રણોત્સવ દરમિયાન રાજ્ય સરકારને પ્રીમિયમ મેનેજમેન્ટ ફી કેટલી વસૂલે છે. જે અંગે ગૃહમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવ દરમિયાન રાજ્ય સરકાર પ્રીમિયમ મેનેજમેન્ટ ફી વસૂલે છે. જે અન્વયે કુલ રૂ. ૧૭,૦૬,૩૫,૬૬૮/- (સત્તર કરોડ છ લાખ પાંત્રીસ હજાર છસ્સો અડસઠ)ની માતબર આવક થઈ છે.
માત્ર આવક જ નહીં, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જે અંગેના પેટા પ્રશ્નમાં સરકારી આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જોઈએ તો વર્ષ ૨૦૨૪ (એટલે કે ૦૧/૦૧/૨૦૨૪ થી ૩૧/૧૨/૨૦૨૪) દરમિયાન કુલ ૮,૫૫,૫૬૫ પ્રવાસીઓએ રણોત્સવની પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૫ (૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫) દરમિયાન આ સંખ્યામાં વધારો થયો છે. એટલે કે ૨૦૨૫ વર્ષમાં ૯,૪૧,૬૩૭ પ્રવાસીઓએ મુલાકાત કરી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૭,૯૭,૨૦૨ પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લઈને રણોત્સવનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સંખ્યાનો ઘસારો જોતા લાગે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ભાજપના ચોટીલાના ધારાસભ્ય ગૃહમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય શામજી ચૌહાણ એ વિધાનસભાના ગૃહમાં પ્રશ્ન પૂછ્યો કે ૩૧ / ૧૨ / ૨૦૨૫ ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ૨૦૨૫ સૌરાષ્ટ્રને કચ્છ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કેટલા કરોડના રોકાણ માટેના ર્સ્ેંં કરવામાં આવ્યા છે. તેમાં પ્રવાસનમંત્રી દ્વારા જવાબ આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની કચ્છમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ દરમિયાન ૧૫૨૭.૫૬ કરોડના રોકાણ માટેના ર્સ્ેંં કરવામાં આવ્યા છે. જે પૈકી પ્રવાસન પ્રોજેક્ટ માટે આ તમામ નાણાનો ઉપયોગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્થાનિક વિસ્તારના પ્રવાસન અંતર્ગત એની સુવિધા તેમજ તેના ડેવલોપમેન્ટ માટે એનો ખર્ચ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે પ્રવાસન વિભાગ દ્વારા લેટેસ્ટિક પાર્ટનરશીપ માટે કેટલા ર્સ્ેંં થયા હતા. તે અંગેનો પેટા પ્રશ્નો પણ ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા પૂછવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા જણાવાયું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા સ્ટેટેસ્ટ પાર્ટનરશિપ માટે ચાર જેટલા એમોઇલ કરવામાં આવ્યા હોવાની કબુલાત પણ કરવામાં આવી હતી. આમ સૌરાષ્ટ્ર અને કચ્છ આયોજિત ૨૦૨૫ની વાઇબ્રન્ટ ગુજરાતી કોન્ફરન્સમાં પ્રવાસન અંતર્ગત ર્સ્ેંં માં કરોડો રૂપિયાના એમઓયુ થયા હોવાનું આંકડો આજે ગૃહમાં રજૂ થયો હતો. જેથી હવે આવનારા દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં મહત્વના પ્રવાસન સ્થળોનું ઝડપી ડેવલપમેન્ટ પણ થશે. તદુપરાંત પ્રવાસન ક્ષેત્રમાં પણ સુવિધા સહિતના બાબતોમાં અસરકારક રૂપ નીવડ છે.

