Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ટકોર કરતા અધ્યક્ષે કહ્યું હતું કે આ માર્કેટ નથી

ઈટાલિયા મંજૂરી વગર બોલવા ઉભા થયા હતા

ગૌમાંસ મુદ્દે વિધાનસભા ગૃહમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગૌમાંસ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — વિધાનસભા અધ્યક્ષે AAP MLA ગોપાલ ઈટાલિયાને ટકોર કરી હતી. આપના ધારાસભ્ય ગોપા ઈટાલિયાને ટકોર કરતા અધ્યક્ષે કહ્યું હતું કે આ માર્કેટ નથી. વિધાનસભામાં માર્કેટની જેમ ગમે ત્યારે ઉભું નથી થવાતું. વિધાનસભા નિયમો પ્રમાણે ચાલે, કોઈની મરજી મુજબ નહી. વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ચાલતી ચર્ચા દરમિયાન અધ્યક્ષે ટકોર કરી હતી. ગુજરાત-પંજાબમાં પકડાયેલા ડ્રગ્સ મુદ્દે મંત્રી કૌશિક વેકરિયા જવાબ આપી રહ્યા હતા. પંજાબની વાત આવતા MLA ગોપાલ ઈટાલિયા મંજૂરી વગર બોલવા ઉભા થયા હતા

ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું. સંઘવીએ કહ્યું હતું કે કચ્છમાં જ્યાંથી ડ્રગ્સ પકડાયું ત્યાં પોલીસ સ્ટેશન બન્યું છે. હું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો છું તમે પણ આવજો. આપના ધારાસભ્ય હેમંત ખવાને આમંત્રણ આપ્યું હતું. ઓડિશાથી આવતા ગાંજાની રાજ્ય સરકાર તપાસ કરી રહી છે.

ગૌમાંસ મુદ્દે વિધાનસભા ગૃહમાં રાજકારણ ગરમાયું હતું. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગૌમાંસ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી થઈ હતી. ૨ વર્ષમાં મહીસાગર-અમરેલી જિલ્લામાંથી ૧,૯૫૭ કિલો ગૌમાંસ પકડાયું હતું. ૨ વર્ષમાં ૧૦ ગૌવંશ છોડાવ્યા, ૩૧ આરોપીની ધરપકડ કરાઈ હતી. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના સવાલ સામે સરકારે જવાબ આપ્યો હતો. ગૌવંશ મામલે સરકારે ૨૨૯ ગુના દાખલ કર્યા છે.

૧૮૦ત ગૌવંશને બચાવવામાં આવી, ૧૮૫ લોકોને તડીપાર કરાયા હતા. ગૌવંશ મામલે ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ જવાબ આપ્યો હતો. ગૌવંશ મામલે ગૃહમાં અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો. ચાવડાએ કહ્યું હતું કે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગૌમાતાને રાજ્યમાતા બનાવવા સરકાર પ્રસ્તાવ લાવે. સરકારના પ્રસ્તાવને કોંગ્રેસ પક્ષ ટેકો આપશે.

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સરકારને દારૂના વેચાણથી કરોડોની આવક થઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને ૧૦૦ કરોડથી વધુની આવક થઈ છે. અમદાવાદ-ગાંધીનગરની ૩૨ હોટલોને વિદેશી દારૂના વેચાણની મંજૂરી અપાઈ છે. વિદેશી દારૂના વેચાણથી સરકારને ૨ વર્ષમાં ૧૧૬ કરોડથી વધુની આવક થઈ છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્ન પર સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો હતો.

Related posts

વરસાદને લઈને ચિંતાજનક વરતારો, આ વર્ષે ચોમાસું નબળું રહેવાના સંકેત

Master Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાર્યાલય સેવાતીર્થનું લોકાર્પણ કર્યું

Master Admin

કોંગ્રેસને મોટો ઝટકો: આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા

Master Admin

Leave a Comment

Translate »