Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

ફ્લેક્સિબલ ગિગ વર્ક પતિ-પત્નીની જોડીને એક નવું જીવન શરૂ કરવામાં કેવી રીતે મદદ કરે છે

વડોદરા, ગુજરાત | ૦૬ જુલાઈ ૨૦૨૬ | અનિતા અને મયુરની આ વાત એક આદર્શ દૃષ્ટાંત પૂરું પાડે છે કે ફૂડ ડિલિવરી જેવા નવા જમાનાના પ્લેટફોર્મ સાથે કામ કરવાથી એક નવા જીવન અને સારા ભવિષ્યનું નિર્માણ કેવી રીતે થઈ શકે છે. આ નવી તકો કેવી રીતે મહિલાઓને સશક્ત બનાવવામાં મદદ કરે છે તેનું પણ આ એક ઉત્તમ ઉદાહરણ છે.

અનિતા શરૂઆતમાં એક કંપનીમાં કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયેલી હતી, જ્યાં તેણે લાંબા કામના કલાકો, સુગમતાના અભાવ અને નાણાકીય અવરોધો વચ્ચે ઘરની જવાબદારીઓનું સંચાલન કરવાના દબાણ વચ્ચે સંઘર્ષ કરવો પડતો હતો.

અનિતા એ દિવસો યાદ કરતા કહે છે કે, “તે કામ મારા માટે ઠીક નહોતું. સમયની ચુસ્ત મર્યાદાઓ હતી અને રજાઓ પણ ઓછી મળતી હતી. હું પરણિત છું અને મને મારા પરિવાર માટે સમય જોઈતો હતો અને અમારી આર્થિક સ્થિતિ પણ સારી નહોતી.”

તેના પતિ, વણકર મયુરકુમાર, ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી સ્વિગી સાથે ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરી રહ્યા હતા. તેમની પત્નીના દૈનિક સંઘર્ષને જોઈને, તેમણે અનિતાને પણ આ કામ અપનાવવાનું સૂચન કર્યું. કામના કલાકોમાં ફ્લેક્સિબિલિટીના વિકલ્પને ધ્યાનમાં રાખીને, અનિતાએ તેમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને પાર્ટ-ટાઇમ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરવાનું શરૂઆતી કરી. તે કહે છે કે, “રજાઓ દરમિયાન મારી કમાણીમાં વધી જતી હતી અને હું અનુભવી શકતી હતી કે હું કામ માટે લૉગ-ઇન કરું કે નહીં તે નિર્ણય લેવાનો વિકલ્પ મારી પાસે છે. જીવનમાં આ પસંદગી અને નિયંત્રણ મળવાથી ખૂબ જ સારું લાગ્યું.”

પરંપરાગત રીતે પુરુષોના માનવામાં આવતા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવો સરળ ન હતો. શરૂઆતમાં અનિતાને તેની સલામતી અને અજાણ્યા રસ્તાઓ પર આવવા-જવા અંગે ચિંતા રહેતી હતી. તે કહે છે કે, “પરંતુ જ્યારે મેં કામ કરવાની શરૂઆત કરી, અજાણ્યા માર્ગો પણ પરિચિત લાગવા લાગ્યા, તેમ તેમ મારો આત્મવિશ્વાસ વધતો ગયો. આજે, હું ઘણીવાર અડધી રાત સુધી ડિલિવરી કરું છું.” એક મહિલા ડિલિવરી પાર્ટનર તરીકે, અનિતાને તેના સાથી કર્મચારીઓએ પણ અપનાવી છે. તે કહે છે કે, “હું આ કામ કોઈપણ રીતે કરી શકત, પરંતુ જ્યારે તમને સહકાર અને પ્રોત્સાહન મળે, ત્યારે તે ખૂબ મદદરૂપ થાય છે.” સ્થાનિક ડિલિવરી પાર્ટનર સમુદાયે સતત તેને સહકાર અને પ્રોત્સાહન આપ્યું, જેનાથી તે સુરક્ષિત હોવાનું અને આદર મળતો હોવાનું અનુભવે છે અને તે અન્ય લોકો માટે એક દૃષ્ટાંત બની રહી છે.

આજે, અનિતા સ્વિગીમાં ફુલ-ટાઇમ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરે છે અને પતિ-પત્ની બંને સાથે મળીને પોતાના માટે એક નવું જીવન બનાવી રહ્યા છે. અનિતા પ્રામાણિકપણે કહે છે, “હું બહુ ભણેલી નથી, તેથી નોકરી શોધવામાં મોટાભાગે મુશ્કેલી પડતી અને હું ઘર અને નિયમિત નોકરીને એકસાથે સંભાળી પણ શકતી નહોતી. હવે, ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરવાથી, હું જે કરવા માંગતી હતી તે બધું કરી શકું છું અને વધુ સારી રીતે જીવન જીવી શકું છું. હું મારા અન્ય શોખ પણ પૂરા કરી શકું છું.”

તે અન્ય લોકોને પણ ડિલિવરી પાર્ટનર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. અનિતા સંતોષકારક સ્મિત સાથે કહે છે કે, “જો તમે તેને ફક્ત સાઇડ-ઇનકમ તરીકે ન જુઓ અને તમારાથી શક્ય હોય એટલો સમય તેમાં આપશો, તો તમારું જીવન કાયમ માટે બદલાઈ શકે છે.

== સમાપ્ત ==

Related posts

Samsung Display’s Foldable OLED Panel Proves Exceptional Durability with 500,000-Fold Test

Reporter1

Transport Corporation of India Ltd. (TCI) Announces Strong Growth in Q1 FY2026 Financial Results

Reporter1

NUVOCO Vistas announces its expansion plans in the East  

Reporter1

Leave a Comment

Translate »