Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsDharmik

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — આવતીકાલે ગુરુવારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. યાત્રાને લઈને તંત્ર દ્વારા વાહનચાલકો માટે પ્રતિબંધિત માર્ગ અને વૈકલ્પિક માર્ગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, આ જાહેરનામું આવતીકાલે ૨૬ ફેબ્રુઆરી સવારે ૭થી નગરયાત્રા પૂરી થાય ત્યાં સુધી લાગુ રહેશે. ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, માણેક ચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, બાલા હનુમાન મંદિર, ખાડીયા ચાર રસ્તા, ખાડીયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, છસ્ઝ્ર કાર્યાલય, ખમાસા, જમાલપુર, થઈને રિવરફન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર થઈને શિવાજી ચોક, વસંત ચોક, અગાસિયા હોટલ, વીજળી ઘર, બહુચરાજી મંદિરથી પરત ભદ્રકાળી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરા સર્કલ થઈ ગુજરી બજાર સર્કલ સુધીનો એક તરફનો રોડ બંધ રહેશે.
વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર કરી શકાશે.
પાંચકૂવા થઈ કડીયાકુઈ થઈ ધનાસુથાર ચાર રસ્તા થઈ ટંકશાળ રોડ તરફ અવર-જવર કરી શકાશે.

ખાડીયા ચાર રસ્તાથી ઝકરીયા મસ્જીદ થઈ રિલીફ રોડ તરફ અવર-જવર કરી શકાશે.

સારંગપુર સર્કલથી ત્રિકમરાય મંદિર રોડ થઈ આસ્ટોડીયા દરવાજા થઈ રાયપુર ચકલા થઈ રાયપુર દરવાજા તરફ અવર-જવર કરી શકાશે.

એસ.ટી. બસ સ્ટેન્ડ જમાલપુર બ્રિજ તરફના રોડ પર અવર-જવર કરી શકાશે.

Related posts

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી ૧૦૦ લિટર ડીઝલની ચોરી

Master Admin

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અમદાવાદ અને જયપુર કેમ્પસમાં ફેફલ્ટી ટ્રેનિંગ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કરિક્યુલમ-ઈન્ટરનેશનલ (WAC–i) કાર્યક્રમનો પ્રારંભ કરાયો

Master Admin

ચાંદલોડિયામાં રોડ પહોળો કરવા એક હજાર મકાનોમાં કપાત આવશે

Master Admin

Leave a Comment

Translate »