Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

બિહાર , મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા આવેલ લોકોમાં ભાગદોડ મચી જતા પ્રાપ્ત વિગતો અનુસાર આઠ લોકોના કરુણ મૃત્યુ નીપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજય મોરારિબાપુએ આ કરુણાંતિકામાં જીવ ગુમાવનારા પરત્વે સંવેદના વ્યક્ત કરી તેમનાં પરિવારજનોને રુપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને ૧,૨૦,૦૦૦ ની સહાય કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

અન્ય બનાવમાં મહુવા નજીક હાઈવે પર અકસ્માતમાં એક દંપતિ ખંડીત થયું હતું જેમના પરિવારને પણ રુપિયા ૧૫,૦૦૦ ની સહાય મોકલવામાં આવશે. સિહોર પાસેના કાજાવદર ગામે ડમ્પરે બાઇકને અડફેટે લેતાં બે વ્યકિતના મોત નિપજયા હતા ત્યારે તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાય મોકલવામાં આવશે.

તાજા સમાચાર મુજબ મહારાષ્ટ્રમાં નાસિકમાં એક કાર કુવામાં ખાબકી હતી અને તેમાં ૯ લોકોનાં મોત થયા હતા. તેમના પરિવારજનોને પણ રુપિયા ૧,૩૫,૦૦૦ ની સંવેદના રાશિ પૂજ્ય બાપુ તરફથી મોકલવામાં આવશે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરાશે. પૂજય મોરારિબાપુએ તમામ મરુતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેના પરિવારને સાંત્વના પાઠવી છે.

Related posts

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મંત્રીઓ અધિકારીઓનાં વાહનો પર પણ પ્રતિબંધ

Master Admin

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

Master Admin

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

Master Admin

Leave a Comment

Translate »