Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimeinternational

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગઃ શૂટર સહિત ૧૦નાં મોત, ૨૫થી વધુ ઘાયલ

સ્કૂલમાં કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ હાજર હતા

બ્રિટિશ કોલંબિયાના પબ્લિક સેફ્ટી મંત્રી અને સોલિસિટર જનરલ નીના ક્રિગરે આ ગોળીબારને ‘હૃદયદ્રાવક’ ગણાવ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના ઉત્તર-પૂર્વીય ભાગમાં મંગળવારે એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર થયો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.પીસ રિવર સાઉથ સ્કૂલ પ્રશાસને તરત જ સેકન્ડરી સ્કૂલ અને ટમ્બલર રિજ એલિમેન્ટરી સ્કૂલને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધી. તમામ બાળકો અને સ્ટાફને શાળાની અંદર સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.વિસ્તારના ધારાસભ્ય લેરી ન્યુફેલ્ડે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું કે હાલમાં વધુ માહિતી શેર કરી શકાતી નથી, કારણ કે ઓપરેશન હજુ ચાલુ છે અને સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે.તેમણે લોકોને અપીલ કરી કે જે લોકો પોતાના પરિવારજનોને શોધવા માટે બહાર આવ્યા છે, તેઓ પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં જ સુરક્ષિત રહે, જેથી પોલીસ પોતાનું કામ બરાબર કરી શકે.સરકારી વેબસાઇટ અનુસાર, ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ ૭ થી ૧૨ સુધીના કુલ ૧૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ઇઝ્રસ્ઁ) ના નોર્થ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર કેન ફ્લોયડે જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી અને સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમણે જણાવ્યું કે શાળા પ્રશાસન, ઇમરજન્સી ટીમો અને સ્થાનિક લોકોના સહયોગથી પોલીસને કાર્યવાહી કરવામાં મદદ મળી.પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ ૧ વાગીને ૨૦ મિનિટે શાળામાં ગોળીબારની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ શાળાની અંદર દાખલ થઈ. ત્યાં ઘણા લોકો ઘાયલ અને મૃત હાલતમાં મળ્યા.એક વ્યક્તિ જેને હુમલાખોર માનવામાં આવી રહ્યો છે તે પણ મૃત હાલતમાં મળી આવ્યો. તેના શરીર પર પોતાને ઇજા પહોંચાડવાના નિશાન મળ્યા છે.હુમલાખોર ઉપરાંત અન્ય છ લોકો શાળાની અંદર મૃત મળ્યા. બે ઘાયલોને ગંભીર હાલતમાં હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા. અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું. લગભગ ૨૫ લોકોને સામાન્ય ઇજાઓ સાથે સ્થાનિક મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.પોલીસે જણાવ્યું કે શાળાના બાકીના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલુ છે. અકસ્માત સ્થળે ઇમરજન્સી એલર્ટ સમાપ્તબ્રિટિશ કોલંબિયાના પબ્લિક સેફ્ટી મંત્રી અને સોલિસિટર જનરલ નીના ક્રિગરે આ ગોળીબારને ‘હૃદયદ્રાવક’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકાર લોકોની મદદ માટે શક્ય તમામ મદદ કરશે.ક્રિગરે કહ્યું કે ઇઝ્રસ્ઁ એ ટમ્બલર રિજમાં જારી ઇમરજન્સી એલર્ટ સમાપ્ત કરી દીધું છે. પોલીસનું માનવું છે કે હવે કોઈ અન્ય શંકાસ્પદ ફરાર નથી અને સામાન્ય લોકો માટે કોઈ જોખમ નથી.આ દરમિયાન, ટમ્બલર રિજના એલિમેન્ટરી અને સેકન્ડરી શાળાઓને આ અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ ડિસ્ટ્રિક્ટે ઓનલાઈન જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે આ દુઃખદ ઘટનાને કારણે બંને શાળાઓ આખા અઠવાડિયા સુધી બંધ રહેશે.

Related posts

હવે આરપારની જંગ, “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે”

Master Admin

બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ

Master Admin

બાંગ્લાદેશે ભારત પાસેથી માગ્યા ૨ લાખ ટન ચોખા

Master Admin

Leave a Comment

Translate »