Nirmal Metro Gujarati News
Gujarat

કોર્ટ-સ્કૂલો બાદ હવે ગુજરાતની પોસ્ટ ઓફિસોને મળી બોમ્બની ધમકી

આરના શેખર નામના વ્યક્તિના નામે આવ્યો ધમકીનો મેઈલ

સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર, નવસારી સહિત કેટલાક જિલ્લાની પોસ્ટ ઓફિસોને ધમકીભર્યા મેઈલ મળ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાતમાં બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. રાજ્યની સ્કૂલ, કોર્ટ બાદ હવે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર, નવસારી સહિત કેટલાક જિલ્લાની પોસ્ટ ઓફિસોને ધમકીભર્યા મેઈલ મળ્યા છે. મેઈલ મોડલનારની મોડસ ઓપરેન્ડી એજ છે. ઈમેલ કરીને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ છે.

ગુજરાતના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસ સહિત જાહેર ઇમારતોમાં બોમ્બ મુક્યો હોવાની ધમકીઓના મેલ મળ્યા છે. જેમાં સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, વલસાડ, પાલનપુર, નવસારી, ગાંધીનગર, પોરબંદર, ભાવનગર જેવા શહેરોની પોસ્ટ ઓફિસોને ધમકી મળી છે.

આ વિશે સુરત શહેર પોલીસ એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું કે, પાસપોર્ટ ઓફિસને આરના શેખર નામના વ્યક્તિની આઈડીથી ઈમેલ મળ્યો હતો. ઈમેલમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આરોપી આરના શેખર નામના વ્યક્તિ વિરુદ્ધ ચેન્નઈમાં પોસ્કોનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને અન્ય સ્ટેટમાં ટ્રાન્સફર કરવા મેલ કરનારે માંગ કરી હતી. જો ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. આજે સવારે ૧૨.૧૦ બોમ્બથી પાસપોર્ટ ઓફિસની ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં ૧૧ઃ૦૦ વાગે બિલ્ડીંગને ખાલી કરી દેવા પણ જણાવાયું હતું. બોમ્બ સ્કોડ સહિત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. જોકે, પાસપોર્ટ ઓફિસમાંથી કંઈ પણ શંકાસ્પદ મળી ન આવ્યું.

નવસારીની હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે. નવસારી ટાઉન, વિજલપુર પોલીસ સહિત એલસીબી એસઓજીની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી છે. સાથે જ સાંઢકુવાથી વિજલપુર જતો માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નવસારી ફાયર વિભાગની ટીમ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને પણ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. મહત્વની વાત છે કે, ગુજરાતમાં આ પ્રમાણે જાહેર ઇમારતોમાં બોમ્બ મુક્યો હોવાની ધમકીઓ અગાઉ પણ મળી હતી, પરંતુ એમાં ક્યાંય બોમ્બ મળ્યો ન હતો. ત્યારે આજે ફરી એકવાર ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. મેન રોડ પર આવેલી આ પોસ્ટ ઓફિસમાં જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક એક ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું હતં.

ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ર્જીંય્, પેરોલ ફર્લો સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સલામતીના ભાગરૂપે ફાયર વિભાગને પણ એલર્ટ કરી દેવાયું છે. ઈમેલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગને કોર્ડન કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને વાતાવરણમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

પોલીસ પ્રશાસન હાલ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે, તે દિશામાં સઘન તપાસ કરી રહ્યું છે.
ગાંધીનગર સેક્ટર ૧૧ પોસ્ટ ઓફિસને સતર્કતા ભાગેરૂપે ખાલી કરવામાં આવી હતી. સુરત પોસ્ટ ઓફિસને મેઈલ મળતા ગાંધીનગર પોસ્ટ ઓફિસને પણ સતર્કતા ભાગરૂપે ખાલી કરવામાં આવી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલ બોયઝ હોસ્ટેલને પણ સતર્કતા ભાગરૂપે ખાલી કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદની ૧૫, વડોદરાની ૧૦થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Master Admin

AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો થયો

Master Admin

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું

Master Admin

Leave a Comment

Translate »