Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
DharmikGujarat

ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીની ઘટનાથી ખડભડાટ

૧૦ પૂજારી સહિત ૧૧ સસ્પેન્ડ

આ મામલે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી, મંદિર પરિસરમાં શુદ્ધિકરણ અને નવા પૂજારીની નિમણૂક કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ, તા.૧૨ માર્ચ ૨૦૨૬ — પવિત્ર ધામમાં ગિરનારમાં આસ્થાનું ભયાનક અપમાન થયું હોવાની ગંભીર ઘટના હાલ સામે આવતા ખળભળાટ મચ્યો છે. ગિરનાર પર્વત પર દારૂ અને ચિકન પાર્ટીનો વીડિયો હાલ વાયરલ થયો છે. ત્યારે આ મામલે સંતો-મહંતો અને ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળતા તંત્રએ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ક્રૂર મજાક કરતા આવા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે અને હાલ સુધીમાં આ ઘટનામાં બેદરકારી બદલ પૂજારીઓ સહિત કુલ ૧૧ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
વિગતે વાત કરીએ તો, હજારો ભક્તોની અતૂટ આસ્થા સમા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના ભંડારામાં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને ચિકન પાર્ટી થઈ હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કથિત રીતે આ આ વાયરલ વીડિયો ૪-૫ મહિના પહેલાનો દિવાળીના સમયનો હોવાનું સામે આવ્યું છે. જેમાં સગીર વયના ૪-૫ લોકો આ દારૂ-ચિકનની પાર્ટી માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયો સામે આવતા વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.

પવિત્ર ધામમાં આસ્થાનું ભયાનક અપમાન સમાન આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરાવી છે. ગંભીરતાથી લઈ જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ સુધીમાં બેદરકારી બદલ ૧૦ પૂજારીઓ સહિત કુલ ૧૧ લોકોને સસ્પેન્ડ કરાયા છે. તંત્રએ ભ્રષ્ટ પૂજારીઓ અને રસોઈયા સામે કાર્યવાહી લાલ આંખ કરી કાર્યવાહી કરી છે અને મંદિર પરિસરમાં તાત્કાલિક શુદ્ધિકરણ કરાવી, મંદિરમાં નવા પૂજારીની નિમણૂક કરી છે. મંદિરમાં પૂજા-વિધિ સહિતની અન્ય જવાબદારીઓ સોંપી છે.

તો, આ તરફ સસ્પેન્ડ થનાર પુજારીઓએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તંત્રની કાર્યવાહી સામે નારાજગી દર્શાવી છે.
પુજારીઓનું કહેવું છે કે, સનાતન ધર્મને લાંછન લાગતો આ બનાવ છે. પરંતુ વાયરલ વીડિયોમાં જે વ્યક્તિઓ દેખાય છે એમાં હાલ સસ્પેન્ડ કરાયેલા એક પણ લોકો સામેલ નથી. કથિત રીતે દારૂ-ચિકન પાર્ટીમાં અમારા કોઈ પણ વ્યક્તિ હાજર નહોતા છતાં તેમને સસ્પેન્ડ કરાયા છે, માટે આ મામલે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ.

આટલું જ નહીં આ મામલે એસ.પી.એ ફોન મારફતે પ્રભારી મંત્રીને પણ ઘટના અંગે જાણકારી આપી છે.

ધર્મને બદનામ કરનાર સંતોની પણ આ અંગે જવાબાદારી બને છે તેવું જણાવી આવા મુદે ખુબ ગંભીર લેવો જોઇએ એવું જણાવી કલેક્ટર દ્વારા તપાસ કરવાના આદેશ આપ્યા છે અને જવાબાદાર લોકો સામે કાર્યવાહી કરવાના સુચના અપાઇ છે.
હાલ, આ મામલે જિલ્લા કલેકટર દ્વારા ગિરનાર અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓના વીડિયોની તપાસના આદેશ આપ્યા છે. વીડિયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પ્રતિબંધ મૂકાયો છે.

સાથે જ એસડીએમ જૂનાગઢને પણ આ મામલે હાલ ઝીણવટભરી તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા નિર્દેશ કરાયો છે. જેથી આ વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સ કોણ છે અને આ બનાવ ક્યારનો છે, જે ટૂંક સમયમાં સામે આવશે, જે બાદ તંત્ર કાર્યવાહી કરશે, જેના પર સૌની નજર રહેશે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

Master Admin

વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન

Master Admin

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ વાગ્યો, ઉમરેઠની પેટાચૂંટણીની તારીખ જાહેર

Master Admin

Leave a Comment

Translate »