Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratHealth Care

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા

ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે

કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૨ માર્ચ ૨૦૨૬ — રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ’ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર નિર્ભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જો કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે, કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અધિકારી કે કર્મચારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા કરી દત્તક લીધા હોય કે ઔરસ કે સાવકા સંતાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા જ સભ્યોના મેડિકલ રીએમ્બર્સમેન્ટ બીલની રકમ સરકાર ચૂકવણી કરશે તેવું પરિપત્રમાં જણાવાયું છે.

ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો હેઠળકુટુંબ’ની જૂની વ્યાખ્યાને રદ કરી, તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. નવા સુધારા મુજબ, હવે કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય તેવા સભ્યોને પણ મેડિકલ બેનિફિટ્‌સ મળશે. નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે. જોકે તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ.

સરકારે આર્થિક નિર્ભરતા માટેની મર્યાદા પણ સ્પષ્ટ કરી છે. જો પરિવારના સભ્યની તમામ સ્ત્રોતો (પેન્શન સહિત) માંથી થતી માસિક આવક ?૫૦૦થી વધુ ન હોય, તો જ તેઓ કર્મચારી પરપૂર્ણતઃ આશ્રિત’ ગણાશે અને તેમને આ યોજનાનો લાભ મળશે.
સુધારાની મહત્વની બાબતો

– આ નિયમ પત્ની અથવા પતિ બંનેને લાગુ પડે છે. સરકારી કર્મચારીની સાથે રહેતા હોય તેવા પત્ની કે પતિનો સમાવેશ કરાયો છે.
– સરકારી કર્મચારી પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા અને તેમની સાથે રહેતા પોતાના કે સાવકા બાળકોનો સમાવેશ કરાયો છે
– માતા-પિતા અને ભાઈ-બહેન, જે કર્મચારી સાથે રહેતા હોય અને તેમના પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા માતા-પિતા, બહેનો અને સગીર ભાઈઓનો સમાવેશ કરાયો છે
– મેડિકલ બિલના નવા નિયમ હેઠળ એક કરતાં વધુ પત્નીનો સમાવેશકુટુંબ’માં નહિ થાય.
– જો કાયદેસરની વિધિ મુજબ બાળક દત્તક લીધેલું હોય, તો તેને પણ ઓરસ બાળક જેવો જ દરજ્જો મળશે.

ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે, ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂ.૫૦૦/- થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર “પૂર્ણતઃ આશ્રિત* ગણાશે.

Related posts

શહેરમાં આગ લાગવાથી લોકોની ૪૪૦ કરોડની મિલકત સ્વાહા થયાનો દાવો

Master Admin

થાઇરોઇડ સ્વાસ્થ્ય: મજબૂત ચયાપચય તરફ તમારું પ્રથમ પગલું

Master Admin

સમર્થ ઈ-મોબિલિટી દ્વારા ભારતમાં નિર્મિત 100 ટકા ઘરેલુ ફુલ- સ્ટેક ઈવી ટેકનોલોજી રજૂ કરી

Master Admin

Leave a Comment

Translate »