Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

ગુજરાતનો ગેમ ચેન્જર બનશે નવો કોસ્ટલ હાઈવે

સુરતથી ભરૂચ વચ્ચેનું ૧૫ કિલોમીટરનું અંતર ઘટશે

ગુજરાત સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો સીધો ફાયદો દક્ષિણ ગુજરાતના લોકોને થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ, તા.૨૧ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં વિકાસની ગાડી સડસડાટ દોડી રહી છે. આવામાં હાઈવેની દિશામાં ગુજરાતે હરણફાળ છલાંગ લગાવી છે. કારણ કે, હવે ગુજરાતમાં નવો કોસ્ટલ હાઈવે બનવા જઈ રહ્યો છે. ગુજરાતના આ કોસ્ટલ હાઈવેથી ભરૂચ અને સુરત શહેર વચ્ચેનું અંતર ૧૫ કિલોમીટર ઘટી જશે. આ શહેરના પોર્ટ એકબીજા સાથે જોડાવાથી દક્ષિણ ગુજરાતને મોટો ફાયદો થશે. સુરતના ઓલપાડના પારડી ઝાખરી ગામે કોસ્ટલ હાઈવેના કામનું બે દિવસ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ હાઈવેથી સુરત અને ભરૂચ શહેરને લિંક કરવામાં આવશે. જેનાથી બંને શહેર વચ્ચેનું અતર ૧૫ કિલોમીટર જેટલું ઘટી જશે. આ બંને શહેર એકબીજા સાથે કનેક્ટ થશે.

પ્રોજેક્ટની વિશેષતા
ગુજરાતનો પ્રથમ કોસ્ટલ હાઈવે
૩૬૫ કરોડના ખર્ચે બનશે હાઈવે
સુરત અને ભરૂચના બંદરોને જોડશે
૧૮ કિલોમીટર લાંબો, ચાર લેનનો હાઈવે બનશે
કોસ્ટલ હાઈવેથી બંને શહેરો વચ્ચેનું અંતર ૧૫ કિલોમીટર ઘટી જશે
દક્ષિણ ગુજરાત માટે ગેમ ચેન્જર પ્રોજેક્ટ

દેશની આર્થિક રાજધાનીમાં મુંબઈ કોસ્ટલ રોડના કમાલ બાદ હવે ગુજરાતમાં કોસ્ટલ હાઈવે બનવા જઈ રહ્યો છે. આ કોસ્ટલ હાઈવેથી સુરત અને ભરૂચમાં સ્થિત પોર્ટને જોડવામાં આવશે. આ હાઈવેથી સુરતથી ભરૂચનું અંતર ૧૫ કિલોમીટર ઘટી જશે. અત્યારે ભરૂચથી સુરત વચ્ચેનું અંતર ૫૫ કિલોમીટર થાય છે. આ કોસ્ટલ હાઈવે લિંક થયા બાદ મુસાફરોને માત્ર ૪૦ કિલોમીટરનું અંતર કાપવું પડશે. ૧૮ કિલોમીટર લાંબા કોસ્ટલ હાઈવ લિંકને દક્ષિણ ગુજરાત માટે ગેમ ચેન્જર પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ હાઈવેના નિર્માણ પર ૩૬૫ કરોડનો ખર્ચ કરવામા આવશે.

સુરતના ઓલપાડ વિસ્તારમાં આવતા પારડી ઝાખરી ગામમાં આ હાઈવેના નિર્માણની ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે. દેશના મોટા પોર્ટ (બંદર) માં સામેલ હજીરાથી ટ્રાફિક આ કોસ્ટલ હાઈવે પર ડાયવર્ટ થશે. આ પ્રોજેક્ટમાં ૧૮ કિલોમીટર લાંબો, ચાર લેનનો હાઈવે બનશે. જેનાથી રાજ્યના ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટમાં ૧૮ કિલોમીટર લાંબો, ચાર લેનનો હાઈવે બનશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સૌતી મોટો તરતું કાર્ગો ટર્મિનલ ભરૂચથી ૫૦ કિલોમીટર પશ્ચિમ દહેજમાં સ્થિત છે. હાલ દાંડી અને કાંટિયાજળની વચ્ચે લગભગ ૫૫ કિલોમીટરની સફર કાપવા માટે લગભગ દોઢ કલાકનો સમય લાગતો હતો. પરંતુ નવા કોસ્ટલ હાઈવેથી આ અંતર લગભગ ૩૬ કિલોમીટર ઘટી જશે. જેનાથી મુસાફરીનો સમય લગભગ ૩૦ મિનિટ સુધીનો સમય બચી જશે. જેનાથી બળતણની બચત થશે અને વાહનોની અવરજવર સરળ બનશે.

Related posts

કડીના બિલ્ડરની હત્યાના ગુનામાં ૧૫ વર્ષે એક આરોપીને આજીવન કેદ

Master Admin

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી

Master Admin

નકુલ શેરદલાલને ALB ઇન્ડિયા ટોપ IP લોયર્સ 2026 યાદીમાં સ્થાન મળ્યું

Master Admin

Leave a Comment

Translate »