Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગુજરાત ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર

૨૧ પ્રદેશ હોદ્દેદારોની કરી નિયુક્તિ

ભાજપની નવી જાહેર થયેલી ટીમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી કુલ ૨૧ જેટલા યુવા અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર ,તા.૨ માર્ચ ૨૦૨૬ — ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનાત્મક માળખામાં મહત્વની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોષી દ્વારા આજે પ્રદેશ હોદ્દેદારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

ભાજપની નવી જાહેર થયેલી ટીમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી કુલ ૨૧ જેટલા યુવા અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકોમાં ૯ પ્રદેશ ઉપાધ્યક્ષો, ૪ પ્રદેશ મહામંત્રીઓ, ૬ પ્રદેશ મંત્રીઓ, ૧ પ્રદેશ કોષાધ્યક્ષ અને ૧ પ્રદેશ કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે. ભાજપના યુવા નવી ટીમમાં યુવા મોરચા ટીમની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ભાજપે પ્રથમ વખત ૩ મહામંત્રી સાથેની ટીમ જાહેર કરવામાં આવી છે. જ્યારે પ્રથમ વખત ૪ મહિલાઓનો સમાવેશ ભાજપે કર્યો છે. જ્યારે વર્તમાન ટીમમાં ભાજપે નરેશ દેસાઈ અને જય શાહને રિપીટ કર્યા છે. જ્યારે વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ભાજપે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જય પંકજ શાહ (સુરેન્દ્રનગર), શ્રીમતી અંકિતાબેન પરમાર (વડોદરા), નીરવ જોષી (ભાવનગર), કલ્પેશ મરંડ (કચ્છ), સુખદેવ દેલવાણીયા (મોરબી), નીતિનસિંહ બારડ (ગીર સોમનાથ), કુલદીપ બારોટ (કર્ણાવતી), સચિનભાઈ પ્રજાપતિ (બનાસકાંઠા) અને ડૉ. નરેશભાઈ દેસાઈ (પાટણ) નિમણૂક કરી છે. જ્યારે પ્રદેશ ભાજપના યુવા મહામંત્રી તરીકે ડૉ. દેવાંગીબેન મૈંયડ (રાજકોટ), ડૉ. ભાવિન શિરોયા (સુરત), પ્રતાપભાઈ પિંડારિયા (દેવભૂમિ દ્વારકા) અને હિમાંશુ ગોરાણીયા (જૂનાગઢ) સમાવેશ કર્યો છે.

ભાજપના યુવા પ્રદેશ મંત્રી તરીકે શ્રેયાંશ પટેલ (મહેસાણા), જય ગિરીશભાઈ શાહ (રાજકોટ), બિનલકુમારી રાઠવા (છોટાઉદેપુર), નંદની કુલદીપ ગઢવી (સુરત), આકાશભાઈ તડવી (નર્મદા) અને કુલદીપસિંહ જાડેજા (જામનગર) સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ભાજપે ધ્રુવિન પટેલને પ્રદેશ કોષાધ્યક્ષ (વલસાડ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ ભાજપે યુવા મોરચાના ટીમ જાહેરાત કરવામાં આવી છે.

Related posts

ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ : ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર

Master Admin

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

Master Admin

કોંગ્રેસની અરથી ઉઠાવવા માટે ૪ પણ ન રહે તેનું ધ્યાન રાખજો

Master Admin

Leave a Comment

Translate »