Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ગુપ્ત રીતે જમીન પર સેના ઉતારવાની તૈયારીમાં અમેરિકા

શાંતિના નામે ટ્રમ્પનો ડ્રામા : ઈરાન

અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે : ઈરાન

(સંપૂર્ણ સમાચાર સેવા)
તહેરાન, તા.૨૯ માર્ચ ૨૦૨૬ — અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને આજે ૩૦ દિવસ થઈ ગયા છે, ત્યારે ઈરાની સંસદના સ્પીકરે અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. સ્પીકર મોહમ્મદ ગાલિબાફે દાવો કર્યો છે કે, ‘અમેરિકા માત્ર વાતચીત કરવાનો અને શાંતિનો દેખાડો કરે છે, પરંતુ તેઓ ગુપ્ત રીતે ઈરાનમાં ઘૂસી જમીન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.’
ઈરાની સંસદના સ્પીકરે યુદ્ધ વચ્ચે ચેતવણી આપી છે કે, ‘ઈરાન અમેરિકાના સહયોગી દેશોને સજા આપશે. ઈરાન વળતો હુમલો કરવા માટે તૈયાર છે અને અમારી સેના તેની રાહ જોઈ રહી છે. કોઈપણ કિંમતે ઈરાન ઝૂકશે નહીં. અમારા દેશની સેના અમેરિકાના સંભિવત હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.’

ઈરાની મીડિયાના રિપોર્ટ મુજબ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ગ્રીકના વિદેશમંત્રી જૉર્જોસ કો પેરાપેટ્રિટિસ સાથે ફોન પર વાતચીત કરતી કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ અન્ય દેશોને યુદ્ધમાં સામેલ કરવા માંગે છે. આ બંને દેશો ખોટા અભિયાનો ચલાવીને સંઘર્ષનો વ્યાપ વધારવાનું ષડયંત્ર કરી શકે છે. આ પહેલા ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી અને ઇસ્ફહાનની ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(ૈંઇય્ઝ્ર)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે, આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.

Related posts

ઈરાને ઈઝરાયલ પર ફરી મિસાઈલોથી હુમલો કર્યો

Master Admin

ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સ સહિત ૬૬ ઈન્ટરનેશનલ સંગઠનો સાથે અમેરિકાએ છેડો ફાડ્યો

Master Admin

રાહુલ ગાંધીનો મોદી પર કટાક્ષ, કહ્યું તે ખુદ ગભરાયેલા છે

Master Admin

Leave a Comment

Translate »