Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ

પાર્ટીને ઉભી થવા નહિ દે, રાજુ કરપડાના આરોપો

પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ નામ લીધા વગર એએપી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન રાજુ કરપડાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યાં હતા. રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આપ ના ટોચના નેતાઓ પર ગંભીર આરોપો લગાવીને રાજકારણમાં ગરમાવો લાવ્યો છે.

રાજુ કરપડાએ પત્રકાર પરિષદાં પક્ષ સાથેછેડો ફાડવા પાછળ અનેક કારણો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, હું રાજકારણમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો. હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કરો કરતા રાજુ કરપડાએ કહ્યું, ઈટાલિયાને જીતાડવા અમે રાત-દિવસ એક કર્યા અને તેને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી દીધા અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. તેણે પ્રવિણભાઈને જેલમાં મળવા બે મહિના પછી પ્રયાસ કર્યાં હતા. પરંતુ મળવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ બે મહિના સુધી ક્યાં હતા ? ન મળવા દીધા તો કોઈ વાંધો નથી પણ સારા વકીલને તો મોકલી શકે ને આ પ્રયાસ પણ તેમણે નથી કર્યા.

રાજુ કરપડાએ દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ નથી, પરંતુ મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની મ્ ટીમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.

Related posts

અમરેલીમાં ધરતી ધ્રૂજીઃ ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Master Admin

વર્ષ ૨૦૨૯ સુધીમાં સમગ્ર ગુજરાતને ’ફાટક મુક્ત’ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય

Master Admin

અમદાવાદ માટે ૧૦ સહિત નવી ૩૪ ટ્રેન સેટ્‌સનો ઓર્ડર

Master Admin

Leave a Comment

Translate »