Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ડીસામાં ફૂડ શ્ ડ્રગ્સ વિભાગના દરોડા શંકાસ્પદ ઘીનો ૯૨૦ લિટર જથ્થો જપ્ત

ફૂડ વિભાગે આ તમામ ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા

રૂપિયા ૬.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત, એક્સપાયરી ડેટ વાળા ૧.૪૦ લાખના ઘીના જથ્થાનો નાશ કરાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ડીસા , તા.૨૦ માર્ચ ૨૦૨૬ — બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં હીરા બજાર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાના હીરા બજારમાં બી.એમ. દોશી કોમ્પ્લેક્સમાં આવેલા નિકુંજકુમાર વિનોદભાઈ બાંડીવાલાના ગોડાઉન પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ‘હાસ્ય’ બ્રાન્ડ સહિત અલગ-અલગ માર્કાના પેકિંગમાં શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. ફૂડ વિભાગે આ તમામ ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે અને અંદાજે ૯૨૯ કિલો શંકાસ્પદ ઘી કિં.રૂ. ૬,૧૪,૯૯૫નો જથ્થો સીઝ કર્યો છે. આ ઉપરાંત, અંદાજે ૧.૪૦ લાખની કિંમતનું ઘી એક્સપાયર થઈ ગયું હોવાનું જણાતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળીને રૂ. ૬.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જો ઘીના સેમ્પલ ફેઈલ આવશે તો વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.સામાન્ય રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ્યારે કોઈ મોટી કાર્યવાહી કરે ત્યારે મીડિયાને સાથે રાખે અથવા તુરંત જ જાણકારી આપતું હોય છે અથવા વિગતો જાહેર કરતું હોય છે. પરંતુ આ કેસમાં અધિકારીઓ દ્વારા બીજા દિવસે પણ માહિતી આપવામાં ભારે આનાકાની અને ઠાગાઠૈયા કરવામાં આવ્યા હતા. સચોટ વિગતો ન આપતા અને સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાની કોશીશ થતી હોય કે આ કાર્યવાહીમાં કોઈની મીઠી નજર હેઠળ ગોઠવણ થઈ રહી હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેથી આ મામલે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરી સત્ય બહાર લાવે તેવી માંગ ઉઠી છે.

Related posts

મોંઘવારીએ માઝા મુક્તા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું

Master Admin

ગોપાલ ઈટાલિયા અને સોરઠીયા ભાજપની B ટીમ

Master Admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૯૫૦ કરોડના શક્તિ કોરિડોરનું કર્યું ખાતમુહૂર્ત

Master Admin

Leave a Comment

Translate »