Nirmal Metro Gujarati News
national

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે

  • સવારે ૧૧ વાગે લોકસભામાં બજેટ રજૂ કરશે
  • સીતારમણ રેકોર્ડબ્રેક સતત ૯મી વખત યુનિયન બજેટ કાલે એટલે કે ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રેકોર્ડબ્રેક સતત ૯મી વખત યુનિયન બજેટ કાલે એટલે કે ૧ ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરશે. આ બજેટ સરકારની આવક જાવક અને પ્લાનિંગ એટલે કે આવનારા એક વર્ષમાં સરકાર કયા કામો પર ફોકસ કરશે તે વિગતો રજૂ કરે છે. આ વખતે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે એટલે બજેટમાં આ રાજ્યો પર ખાસ ભાર મૂકાય તેવી સંભાવના છે. તો કયા રાજ્યો આ વખતે વધુ ફાયદો મેળવી શકે તે ખાસ જાણો.
પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણી ચૂંટણી યોજાવવાની છે. ગત વખતે રાજ્યમાં માર્ચ એપ્રિલ ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી થઈ હતી જેમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે વિરોધીઓના સૂપડાં સાફ કર્યા હતા. રાજ્યના હાલના બજેટોમાં અહીં રસ્તાઓ, હાઈવે અને શહેરી પરિવહન પરિયોજનાઓ પર ખાસ ભાર મૂકાયું છે. કોલકાતા અને સિલિગુડીને જોડનારા આર્થિક કોરિડોર, નેશનલ હાઈવે વિસ્તાર, મેટ્રો રેલ પ્રોજેક્ટ્‌સ અને પોર્ટ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્ય છે. રેલવે પણ મોટું રોકાણ ક્ષેત્ર ગણાય છે. હાલમાં જ પીએમ મોદીએ હાવડા અને ગુવાહાટીને જોડતી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યમાં ૧૦૧ રેલવે સ્ટેશન આધુનિક થઈ રહ્યા છે.

કેરળ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. કેરળમાં એપ્રિલ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ૧૪૦ સભ્યોની આ વિધાનસભામાં ન્ડ્ઢહ્લએ સત્તાનો તાજ પહેર્યો હતો. ભાજપ આ રાજ્યમાં જીતવા માટે ભરપૂર જોર લગાવી રહ્યો છે.

કેરળમાં હાલના વર્ષોમાં બજેટમાં હાઈવે, શહેરી પરિવહન, કાંઠા વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સમર્થન મળેલું છે. મુંબઈ-કન્યા કુમારી કોરીડોર, મેટ્રો વિસ્તાર, શહેરી ટ્રાન્સપોર્ટ અપગ્રેડેશન સામેલ રહ્યા છે.

અસમ : પૂર્વોત્તર રાજ્ય અસમમાં પણ વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. અસમમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬માં વિધાનસભા ચૂંટણી થાય તેવી શક્યતા છે. ૧૨૬ સભ્યોવાળી આ વિધાનસભામાં ભાજપે ભૂક્કા કાઢ્યા હતા અને હિમંતા બિસ્વા સરમા રાજ્યમાં મુખ્યમંત્રી બન્યા. અસમ માટે બજેટમાં હાઈવે, રેલવે અને પૂર નિયંત્રણને પ્રાથમિકતા અપાયેલી છે. ૩૦ જાન્યુઆરીના રોજ ડિબ્રુગઢમાં ૧૭૧૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સની આધારશીલા રખાઈ.

તમિલનાડુ : અન્ય એક દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં પણ આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમિલનાડુમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થઈ શકે છે. ૨૩૪ સભ્યોવાળી વિધાનસભાની ગત ચૂંટણીમાં ડીએમકે વિજયી થયું હતું અને એમ કે સ્ટાલિન સીએમ બન્યા. તમિલનાડુમાં ગત બજેટોમાં લોજિસ્ટિક્સ, અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકાયેલો છે. મદુરાઈ કોલ્લમ અને ચિત્તુર -થચ્ચુર જેવા હાઈવે કોરિડોર, ઔદ્યોગિક પાર્ક, મેન્યુફેક્ચરિંગ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેન્દ્રનું સમર્થન મળેલું છે. રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ હોવાના લીધે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને પોર્ટ કનેક્ટિવિટી પર ભાર રહે તેવું અનુમાન છે.

પુડુચેરી : પુડ્ડુચેરીમાં પણ વિધાનસભા ચૂંટણી આ વર્ષે થવાની છે. એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થાય તેવી શક્યતા છે. પુડ્ડુચેરીમાં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મકાનો અને નાગરિક સુવિધાઓ પર કેન્દ્રની મદદ મળતી રહે છે.

આ ઉપરાંત બજેટમાં કેપિટલ એક્સપેન્ડેચર, મેન્યુફેક્ચરિંગ, નિકાસ, ખેતી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર પણ ભાર રહી શકે છે. પરંતુ સરકાર માટે જે રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે તે જોતા તે રાજ્યો માટે બજેટ ખુબ નિર્ણાયક રહી શકે છે.

Related posts

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો કરાયો

Master Admin

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin

ઈરાનમાં ભારેલો અગ્નિ! સરકાર વિરોધી દેખાવોમાં ૩૫ના મોત, ૧૨૦૦ની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »