Nirmal Metro Gujarati News
CrimeGujarat

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

રાજસ્થાનના ૪ની ધરપકડ કરવામાં આવી

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૬: દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.૧૦ કરોડની કિંમતનું ૩૫ કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCB મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીને આધારે, NCB ટીમે ૨૮ જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે ૩૫ કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી દાસ્તાન રેસીડેન્સી માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા ૧.૮ કિલોગ્રામ અફીણ, રૂ. ૨૫.૬ લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?
૩૫ કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે ૧૦ કરોડ)
૧.૮ કિલોગ્રામ અફીણ
રૂ. ૨૫.૬ લાખ રોકડ
૫૦૦ કિલોગ્રામથી વધુ કેમિકલ
ટોયોટા ફોર્ચ્યુનર કાર
હાલમાં દ્ગઝ્રમ્ આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

Related posts

પોલીસે દરોડો પાડતા પતિ ફરાર, પત્ની દારૂના જથ્થા સાથે ઝડપાઈ

Master Admin

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું

Master Admin

તમાકુના ખેતરમાંથી વિદેશી દારૂનો રૂ.૭૭,૭૦૦નો જથ્થો ઝડપાયો

Master Admin

Leave a Comment

Translate »