Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પીએમ મોદી અને પીએમ કાર્નીની મુલાકાત દરમિયાન અનેક કરાર પર થયા હસ્તાક્ષર

ભારતને યૂરેનિયમ આપશે કેનેડા

બંને દેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે : વેપારને $50 બિલિયન સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨ માર્ચ ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્નીએ સોમવારે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર થયો છે. બંને દેશો સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર સાથે મળીને કામ કરશે. હવે બંને દેશો વેપાર, ઊર્જા અને ટૅક્નોલૉજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને સંબંધો સુધારવા માટે મક્કમ દેખાય છે. આ બેઠક દરમિયાન ભારત અને કેનેડાએ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૫૦ બિલિયન ડૉલર સુધી લઈ જવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. અહીં માથાદીઠ આવકનો વિકાસ એવો રહ્યો છે જે ઇતિહાસમાં બહુ ઓછો જોવા મળ્યો છે. કેનેડા તમારા આ જ ઉત્સાહ અને હેતુની ભાવનાને શેર કરે છે. મને લાગે છે કે આ નવા યુગમાં સફળતાનો માર્ગ ૨૦૨૩માં તમારા ય્૨૦ અધ્યક્ષપદના વિષય ર્‘ંહી ઈટ્ઠિંર,ર્ ંહી હ્લટ્ઠદ્બૈઙ્મઅ,ર્ ંહી હ્લેેંિી’ માં સારી રીતે દર્શાવવામાં આવ્યો છે, કારણ કે આપણા સમયના પડકારોને કોઈ પણ દેશ એકલો ઉકેલી શકતો નથી.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, છેલ્લા એક વર્ષમાં કેનેડા અને ભારતની સરકારો વચ્ચે જે સંવાદ થયો છે, તે છેલ્લા બે દાયકામાં થયેલા તમામ સંવાદો કરતા વધુ છે. આ માત્ર સંબંધોનું નવીકરણ નથી, પરંતુ નવા ઉત્સાહ, ધ્યાન અને દૂરદર્શિતા સાથે એક મૂલ્યવાન ભાગીદારીનો વિસ્તાર છે. આ બે આત્મવિશ્વાસુ દેશો વચ્ચેની ભાગીદારી છે, જેઓ પોતાના ભવિષ્યની દિશા પોતે નક્કી કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં ચાલી રહેલા અનેક તણાવો પર ભારતનું વલણ સ્પષ્ટ છે. અમે હંમેશા શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની વાત કરતા રહ્યા છીએ, અને જ્યારે બે લોકશાહી દેશો સાથે ઉભા રહે છે, ત્યારે શાંતિનો અવાજ વધુ મજબૂત બને છે. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ આપણા માટે ઊંડી ચિંતાનો વિષય છે. ભારત તમામ વિવાદોને સંવાદ અને રાજદ્વારી માધ્યમથી ઉકેલવાનું સમર્થન કરે છે અને ક્ષેત્રમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ દેશો સાથે ગાઢ સહયોગ ચાલુ રાખશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેનેડા ભારત માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમે તેમના ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનમાં ડાયલોગ પાર્ટનર બનવામાં રસ દાખવવા બદલ સ્વાગત કરીએ છીએ, જેનાથી આપણા દરિયાઈ સહયોગમાં નવી ઊંડાઈ આવશે. તેમણે કહ્યું કે આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ માત્ર બંને દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે ગંભીર અને સમાન પડકાર છે. તેમની સામેનો આપણો ગાઢ સહયોગ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા સંબંધોની સૌથી મોટી તાકાત લોકો વચ્ચેનું જોડાણ છે. આજે અમે તેને વધુ મજબૂત કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આરોગ્ય, કૃષિ અને ઇનોવેશનના ક્ષેત્રોમાં ઘણી યુનિવર્સિટીઓ વચ્ચે નવી ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, કેનેડિયન યુનિવર્સિટીઓ દ્વારા ભારતમાં કેમ્પસ ખોલવા પર પણ સહમતિ બની છે. આદિવાસી અને જનજાતીય સમુદાય આપણી સમાન સાંસ્કૃતિક વિરાસતનો મહત્વપૂર્ણ હિસ્સો છે. બંને પક્ષો વચ્ચે આજે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા માટે એક ર્સ્ેં પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઇન્ડિયા-કેનેડા પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં વધતો સહયોગ આપણા ઊંડા પરસ્પર વિશ્વાસ અને સંબંધોની પરિપક્વતાનું પ્રતીક છે. બંને દેશો સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ ક્ષેત્રની દેખરેખ અને સૈન્ય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. આ હેતુથી આજે ઇન્ડિયા-કેનેડા ડિફેન્સ ડાયલોગ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ઝ્રછસ્ઈર્ઝ્રં ના અધ્યક્ષ ટિમ ગિટ્‌ઝેલ અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે પરમાણુ ઉર્જા વિભાગ અને ઝ્રછસ્ઈર્ઝ્રં વચ્ચે યુરેનિયમ અયસ્ક પુરવઠા કરારના દસ્તાવેજોનું આદાનપ્રદાન કર્યું.

પીએમ મોદીએ કહ્યું, આજે સાઈન કરવામાં આવેલા ક્રિટિકલ મિનરલ્સ પરના ર્સ્ેં થી સપ્લાય ચેઇનની મજબૂતી વધશે. અવકાશ ક્ષેત્રમાં અમે બંને દેશોના સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોને જોડીશું. ઉર્જા ક્ષેત્રમાં અમે આગલા સ્તરની ભાગીદારી બનાવી રહ્યા છીએ, જેમાં હાઈડ્રોકાર્બન્સ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ઉર્જા સંગ્રહ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું, અમે ટેકનોલોજી અને ઇનોવેશનમાં સ્વાભાવિક ભાગીદાર છીએ. ભારત-કેનેડા ઇનોવેશન પાર્ટનરશિપ હેઠળ અમે નવા વિચારોને વૈશ્વિક ઉકેલોમાં બદલીશું. હું વડાપ્રધાન કાર્નીનો આભાર માનું છું કે તેમણે ગયા મહિને ભારતમાં આયોજિત છૈં ઇમ્પેક્ટ સમિટની સફળતામાં કેનેડાનું મહત્વનું યોગદાન આપ્યું. અમે છૈંની સાથે સાથે ક્વોન્ટમ, સુપર કોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સમાં સહયોગ વધારીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, અમને ખુશી છે કે કેનેડાએ આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આપણા સહિયારા પ્રયાસોને આગળ વધારવા માટે અમે આ વર્ષે ભારત-કેનેડા રિન્યુએબલ એનર્જી એન્ડ સ્ટોરેજ સમિટનું આયોજન કરીશું. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં અમે લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાયનો એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. અમે સ્મોલ મોડ્યુલર રિએક્ટર અને અદ્યતન રિએક્ટરો પર પણ સાથે કામ કરીશું.
કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ઝ્રઈઁછ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ અને સંયુક્ત પલ્સ પ્રોટીન સેન્ટર ઓફ એક્સેલન્સ પર ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટના દસ્તાવેજોનું આદાનપ્રદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું મારા મિત્ર વડાપ્રધાન કાર્નીને આપણા સહયોગમાં વધતી ગતિ માટે શ્રેય આપું છું. ભારત અને કેનેડા લોકશાહી મૂલ્યોમાં અટલ વિશ્વાસ ધરાવે છે. અમે વિવિધતાની ઉજવણી કરીએ છીએ. માનવતાનું કલ્યાણ એ આપણી સમાન દ્રષ્ટિ છે. આ જ દ્રષ્ટિ આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આજે અમે આ દ્રષ્ટિને આગલા સ્તરની ભાગીદારીમાં બદલવા પર ચર્ચા કરી. આપણું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં વેપારને ૫૦ બિલિયન ડોલર સુધી લઈ જવાનું છે. આર્થિક સહયોગની પૂરેપૂરી શક્યતાઓને અનલોક કરવી એ અમારી પ્રાથમિકતા છે. તેથી અમે ટૂંક સમયમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ર્ઝ્રદ્બિીરીહજૈદૃી ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ઁટ્ઠિંહીજિરૈ છખ્તિીીદ્બીહં) ને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. આનાથી બંને દેશોમાં નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થશે. કેનેડિયન પેન્શન ફંડ્‌સે ભારતમાં ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. તે ભારતના વિકાસની વાર્તામાં તેમના ઊંડા વિશ્વાસનું પ્રતીક છે. આજે અમે બંને દેશોના બિઝનેસ લીડર્સને પણ મળીશું. તેમના સૂચનો આપણી આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પીએમ નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્નીની હાજરીમાં ભારત, કેનેડા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશનમાં સહયોગ પર દ્વિપક્ષીય ર્સ્ેંના દસ્તાવેજોનું આદાનપ્રદાન કર્યું.

કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, દુનિયામાં બહુ ઓછા લોકો છે જેમના સીવી (ઝ્રફ)માં બે દેશોમાં સેન્ટ્રલ બેન્કિંગના નેતૃત્વનો સમાવેશ થાય છે. આપણી પ્રથમ મુલાકાત પછી આપણા સંબંધો વધુ મજબૂત થયા છે, અને પરસ્પર વિશ્વાસ અને સકારાત્મકતાએ ઝડપી ગતિ હાંસલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું વડાપ્રધાન કાર્નીનું ભારતમાં સ્વાગત કરતા ખૂબ જ ખુશ છું. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. અમે તેને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનીએ છીએ. તેમણે ગયા વર્ષે કેનેડામાં ય્૭ બેઠકમાં મારું અને મારી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આજે તેમનું આ જ ઉષ્મા સાથે સ્વાગત કરવું અમારા માટે સન્માનની વાત છે.

કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પીએમ નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ માર્ક કાર્નીની હાજરીમાં ત્રણ કરારો (ર્સ્ેંજ) પર દસ્તાવેજોનું આદાનપ્રદાન કર્યું, જેમાં મહત્વપૂર્ણ ખનિજ સહયોગ, રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન અને સાંસ્કૃતિક સહયોગ સામેલ છે.

Related posts

દુનિયાના એવા ૫ાંચ ડ્રગ માફિયા, જેની સામે અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર બની!

Master Admin

અમેરિકાના મિશિગન રાજ્યમાં બરફના તોફાન

Master Admin

ઈરાની પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીમાં

Master Admin

Leave a Comment

Translate »