Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ૨થી ૨.૩૦ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કરાયો

પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો

HPCL, IOCL સહિત ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ એટલે કે પાવર પેટ્રોલના ભાવમાં વધારો કર્યો : રેગ્યુલર પેટ્રોલના ભાવમાં ફેરફાર નહીં

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૦ માર્ચ ૨૦૨૬ –– મિડલ ઈસ્ટમાં ચાલી રહેવા તણાવની અસર ભારતમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે પેટ્રોલના ભાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ૨થી ૨.૩૦ રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો છે. આ નવા ભાવ આજથી એટલે કે ૨૦ માર્ચ, ૨૦૨૬થી લાગુ થઈ ગયા છે.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પાવર પેટ્રોલના ભાવમાં વધારો કરાયો છે. HPCL, IOCL સહિત તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ એટલે કે પાવર પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. HPCL અને IOCL પાવર પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે સામાન્ય વાહનોમાં ઉપયોગ થતાં રેગ્યુલર પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

મિડલ ઈસ્ટ તણાવની અસર – પશ્ચિમ એશિયામાં ચાલુ ભારે તણાવ અને અમેરિકા-ઇઝરાયેલના ઈરાન પર હુમલાઓની વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં થયેલી અસ્થિરતાની અસર હવે ભારતના ઘરેલુ બજારમાં દેખાવા લાગી છે. દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલની કિંમતો વધારી દીધી છે. ૨૦ માર્ચ ૨૦૨૬થી સ્પીડ/પાવર પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ.૨.૦૯નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તેનો ભાવ રૂ.૧૧૧.૬૮ પ્રતિ લીટર હતો, જે હવે રૂ.૧૧૩.૭૭ પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. કઈ-કઈ કંપનીએ કર્યો ભાવ વધારો? – કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના શોખીનોને મોટો ઝટકો આપ્યો છે. BPCL ના Speed, HPCL ના Power અને IOCLના XP95 ભાવમાં રૂ.૨.૦૦થી રૂ.૨.૩૦ પ્રતિ લીટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય લોકો દ્વારા વપરાતા નોર્મલ પેટ્રોલના દરમાં હાલ કોઈ ફેરફાર થયો નથી.

પ્રીમિયમ પેટ્રોલ એટલે ઉચ્ચ ગુણવત્તાવાળું ઇંધણ, જેનો ઓક્ટેન નંબર સામાન્ય પેટ્રોલ (૯૧)ની સરખામણીમાં ૯૫ કે તેથી વધુ હોય છે. તેમાં ખાસ પ્રકારના એડિટિવ્સ અને ડિટર્જન્ટ ભેળવવામાં આવે છે, જે એન્જિનના અંદરના ભાગોને સ્વચ્છ રાખે છે. આ ખાસ કરીને હાઇ-પર્ફોર્મન્સ કારો અને સ્પોર્ટ્‌સ બાઇક માટે બનાવવામાં આવ્યું છે, જેથી તેને વધુ સારું પિકઅપ અને માઇલેજ મળે. આ જ ખાસિયતોને કારણે તે હંમેશા સામાન્ય પેટ્રોલ કરતાં મોંઘું રહે છે.

સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજધાનીમાં ૧ લિટર પેટ્રોલનો ભાવ ૯૯.૭૭ રૂપિયા છે અને ડીઝલનો ભાવ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં ૧ લિટર પેટ્રોલનો ભાવ ૧૦૩.૫૦ રૂપિયા છે અને ડીઝલનો ભાવ ૯૦.૦૩ રૂપિયા છે. આવી જ રીતે ચેન્નાઈમાં ૧ લિટર પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા અને ડીઝલના ભાવ ૯૨.૩૯ રૂપિયા પ્રતિ લિટર છે.પ્રીમિયમ પેટ્રોલ એક એવું પેટ્રોલ હોય છે જેમાં ઑકટેન વધારે સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે આ નંબર ૯૫ કે તેની ઉપરનો હોય છે. તો નોર્મલ પેટ્રોલમાં ઑકટેન નંબર ૯૧ હોય છે. પ્રીમિયમ પેટ્રોલ ગાડીના એન્જિનને વધારે સ્મૂધ અને સારું પરફોર્મન્સ આપે છે. મોટા શહેરોમાં આ પેટ્રોલ લગભગ તમામ પેટ્રોલ પંપ પર મળે છે. જેને ખાસ કરીને સ્પોર્ટ્‌સ બાઇક, કાર, ટર્બો એન્જિન વાળી ગાડીઓ અને હાઇ પરફોર્મન્સ કારમાં નાખવામાં આવે છે.

Related posts

ગુજરાતીઓના અતિ પ્રિય એવા માઉન્ટ આબુનું બદલાઈ ગયું નામ

Master Admin

ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

Master Admin

ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગો શોધવા શરૂ કર્યા

Master Admin

Leave a Comment

Translate »