Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Educationinternational

ફ્લોરિડા એક વર્ષ માટે H-1B વિઝા હેઠળ ભરતી પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

  • સરકારી યુનિવર્સિટીઓમાં નવી ભરતી પર એક વર્ષના પ્રતિબંધની તૈયારી
  • આ પગલાથી ખાસ કરીને સંશોધન અને શૈક્ષણિક વિભાગોમાં કામ કરવા ઈચ્છતા ભારત સહિતના દેશના પ્રોફેશ્નલ્સ પર સીધી અસર પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મિયામી, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમિગ્રેશનના નિયમો આકરાં બનાવતાં ભારત સહિતના દેશો મુશ્કેલીમાં મુકાયા છે. હવે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને સંશોધકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ફ્લોરિડાની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ૐ-૧મ્ વિઝા કાર્યક્રમ હેઠળ નવી કર્મચારીઓની ભરતી કરવા પર લગભગ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નીતિ પર આગામી ૨૯ જાન્યુઆરીએ સ્ટેટ યુનિવર્સિટી સિસ્ટમ ઓફ ફ્લોરિડાના બોર્ડ ઓફ ગવર્નર્સ દ્વારા મતદાન કરવામાં આવે તેવી શક્યતા છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો ફ્લોરિડાની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓના ટ્રસ્ટી બોર્ડ ૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ હેઠળ કોઈ પણ નવા કર્મચારીની ભરતી કરી શકશે નહીં. આ પગલાથી ખાસ કરીને સંશોધન અને શૈક્ષણિક વિભાગોમાં કામ કરવા ઈચ્છતા ભારત સહિતના દેશના પ્રોફેશ્નલ્સ પર સીધી અસર પડશે.ૐ-૧મ્ વિઝા કાર્યક્રમના પ્રખર વિરોધી એવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસનું માનવું છે કે, અમેરિકાની યુનિવર્સિટીઓ લાયક અમેરિકન નાગરિકોને બદલે વિદેશી કામદારોને પ્રાથમિકતા આપી રહી છે. કરદાતાઓના પૈસાથી ચાલતી સંસ્થાઓમાં પ્રથમ અધિકાર સ્થાનિક યુવાનોનો હોવો જોઈએ. ગયા વર્ષે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમે ફ્લોરિડાની સંસ્થાઓમાં ૐ-૧મ્ વિઝાનો દુરુપયોગ સહન નહીં કરીએ.ફ્લોરિડાની આ દરખાસ્ત એચ-૧બી અંગેના ટ્રમ્પ વહીવટીતંત્રના આક્રમક વલણને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ૐ-૧મ્ વિઝા અરજીઓ પર ઇં૧,૦૦,૦૦૦ (અંદાજે રૂ.૯૦ લાખ રૂપિયા)ની તોતિંગ ફી લાદવાની જાહેરાત કરી હતી.

Related posts

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાને ફરીવાર એરસ્ટ્રાઇક કરી

Master Admin

ગલવાનમાં ભારત સાથે અથડામણ પછી ચીને પરમાણુ પરીક્ષણો કર્યા હતા

Master Admin

ભારત બનશે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા, ચીન-અમેરિકા છોડશે પાછળ

Master Admin

Leave a Comment

Translate »