Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત

મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા

પાર્ટીએ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, અધીર રંજન ચૌધરી બહેરામપુરથી ચૂંટણી લડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ માર્ચ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને TMC એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે CPM શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ ૨૯૪ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના નિર્ણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી ૨૮૪ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા ૨૯૪ છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને ્‌સ્ઝ્રએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે. નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે.

નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.

બીજી તરફ સેવા દળના વડા પૂર્ણા ઘોષ શ્યામપુકુરથી, વિદ્યાર્થી પરિષદના પ્રમુખ પ્રિયંકા ચૌધરી બાલીથી, સુમન રોય ચૌધરી માનિકતલાથી અને રંજીત મુખર્જી બિધાનનગરથી ચૂંટણી લડશે. તે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર પ્રસૂન મુખર્જીના પુત્ર છે. યુથ લીડર શાહિના જાવેદ બેલેઘાટાથી ચૂંટણી લડશે. કોંગ્રેસે આશુતોષ ચેટર્જીને ફરીથી રાસ બિહારી બેઠક પરથી ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં ખાસ વાત એ છે કે પાર્ટીએ ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી ધારાસભ્ય રહેલા અનેક નેતાઓને ટિકિટ આપી છે. જેમાં રાયગંજથી મોહિત સેનગુપ્તા, ચંચલથી આસિફ મહેબૂબ અને હરિશ્ચંદ્રપુરથી મુસ્તાક આલમ ખાસ છે.
કોંગ્રેસે પૂર્વ સાંસદ અધીર રંજન ચૌધરી પર ફરી ભરોસો મૂક્યો છે. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસે ફરીથી તેમના ગઢ બહેરામપુરથી તેમને ઉમેદવાર બનાવ્યા છે.

Related posts

૫ વખતના MLA નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

Master Admin

પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો

Master Admin

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં આવ્યા હિન્દુ સંગઠનો

Master Admin

Leave a Comment

Translate »