Nirmal Metro Gujarati News
international

ભારતે રશિયન ઓઈલ નહીં ખરીદવા, $૫૦૦ અબજનું રોકાણનું વચન આપ્યું છેઃ અમેરિકા

અમેરિકાના કૃષિ-ઔદ્યોગિક ઉત્પાદનો પર ભારતમાં ટેરિફ નહીં લાગે

ટ્રેડ ડીલ નક્કી થતાં વ્હાઈટ હાઉસે હરખ વ્યક્ત કર્યો, ભારત ૧૮ ટકા ટેરિફ ચૂકવશે અને અમેરિકા પર શૂન્ય ટેરિફ લાગશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂયોર્ક વોશિંગ્ટન, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – ભારત સાથે ટ્રેડ ડીલ નક્કી થઈ જતાં યુએસ સરકાર ગેલમાં આવી ગઈ છે. વ્હાઈટ હાઉસે પોતાનો હરખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, નવા એગ્રીમેન્ટમમાં ભારતે રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વિવિધ ક્ષેત્રોમાં ૫૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની ખાતરી પણ આપી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટે જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પે વધુ એક અદભૂત ડીલ ભારત સાથે કરી છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે સીધી વાત કરી હતી. તેમની વચ્ચે ખૂબ સારા સંબંધો છે. ભારતે રશિયન ઓઈલ નહીં ખરીદવાની ખાતરી આપવાની સાથે યુનાઈટેડ સ્ટેટ્‌સ અને કદાચ વેનેઝુએલા પાસેથી પણ ઓઈલ ખરીદવાની ખાતરી આપી છે. તેનો સીધો લાભ અમેરિકા અને અમેરિકાના નાગરિકોને થવાનો છે.ટ્રમ્પ અને મોદીના સંબંધોની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પને મોદી અને ભારત માટે ઊંડો આદર છે. ભારત પાસેથી અમેરિકા ૧૮ ટકા ટેરિફ વસૂલ કરશે, જ્યારે અમેરિકાની નિકાસ પર ભારતમાં શૂન્ય ટેરિફ લાગશે. આ ઘણી અદભૂત ડીલ છે અને અમેરિકન કામદારો, વ્યાપાર-ઉદ્યોગનો મોટો વિજય છે. ટ્રમ્પે ટ્‌્રુથ સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે, ટ્રેડ ડીલમાં અમેરિકાએ ભારત પરની રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ભારતે પણ એક કદમ આગળ વધીને અમેરિકા પર શૂન્ય ટેરિફ લગાડવાનું નક્કી કર્યું છે.ભારતમાં અમેરિકાના કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનો પર ભારતમાં કોઈ ટેરિફ લાગશે નહીં. અમેરિકાના જણાવ્યા મુજબ, અમેરિકાના ફળ અને શાકભાજી પણ ભારતમાં ટેરિફ વગર વેચી શકાશે. અમેરિકન સરકારે આ ડીલને મોટો વિજય ગણાવીને નોંધ્યું છે કે, ભારત કેટલાક ચોક્કસ વિસ્તારોને રક્ષણ આપવાનું ચાલુ રાખશે. અમેરિકાના ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરના જણાવ્યા મુજબ, ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનો પર હાલ ૧૩.૫ ટકા ટેરિફ છે, જે હવે ઘટીને શૂન્ય થશે. કૃષિ ક્ષેત્રમાં ઢગલાબંધ ઉત્પાદનો પાસેથી ભારત ટેરિફ નહીં વસૂલે. જેમાં ફળો, શાકભાજી, ટ્રી નટ્‌સ, વાઈન વગેરેનો સમાવેશ થાય છે.

Related posts

એઆઇથી અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધશે, સરકારો એલર્ટ રહે : બિલ ગેટ્‌સ

Master Admin

સુનીતા વિલિયમ્સે NASA માંથી નિવૃત્તિ લીધી!

Master Admin

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડ પર દાવો કરી રહ્યા છે

Master Admin

Leave a Comment

Translate »