Nirmal Metro Gujarati News
City News

મણિનગરની દુર્ગા સ્કૂલમાં બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય

ધો.૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ગંભીર વળાંક લીધો

આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ‘દુર્ગા સ્કૂલ’માં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ ૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આ ઘટના લગભગ ચાર દિવસ પહેલાં બની હોવાનું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “આ બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલાં શબ્દોનો ઝઘડો થયો હતો. આ અદાવતને કારણે એક વિદ્યાર્થીએ વર્ગખંડમાં રાખેલી બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલની ગોળી કે કેમિકલ પદાર્થ ભેળવી દીધો હતો.”જ્યારે પીડિત વિદ્યાર્થીએ તે પાણી પીધું તો તરત જ તેને ઉલ્ટીઓ થવા લાગી અને તબિયત બગડી ગઈ હતી.

શાળા ના શિક્ષકો અને સ્ટાફે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો અને ત્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી. સારવાર બાદ વિદ્યાર્થીની હાલત હવે સ્થિર છે.શાળા સંચાલકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે.
બંને વિદ્યાર્થીઓના વર્ગ બદલી દેવામાં આવ્યા છે જેથી આવનારા સમયમાં આવી કોઈ અનિષ્ટ ઘટના ન બને. આ ઉપરાંત શાળા એ આંતરિક તપાસ પણ શરૂ કરી છે અને વાલીઓ સાથે પણ ચર્ચા કરીને બાળકોમાં સારા વર્તન અને મિત્રતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વધુ સજ્જડ પગલાં લેવાની યોજના બનાવી છે.

Related posts

વર્લ્ડ કેન્સર ડે પર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટએ કેન્સરગ્રસ્ત બાળકોમાં વહેંચી ખુશી

Master Admin

અમદાવાદ એરપોર્ટ પરથી ૧૨.૫૦ કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે ચાર પેડલર પકડાયા

Master Admin

ચાંદખેડામાં આવેલી એમ કે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ

Master Admin

Leave a Comment

Translate »