Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

ચાંદખેડામાં આવેલી એમ કે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ

  • પ્રોફેસરને રજા પર ઉતારી દેવાયા
  • આ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તિર્થ પટેલ સામે માનસિક અત્યાચારના આરોપ લગાવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ કે શાહ મેડિકલ કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતા ડોકટરોએ તેઓના પ્રોફેસર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રોફેસર માનસિક ત્રાસ આપતા હોવાના અને સ્ટાફ અને દર્દીઓ સામે ધમકાવતા હોવાના આરોપ લગાવ્યા છે. જેને લઇ કોલેજ પ્રસાશન દોડતું થઈ ગયું છે. હાલ આ ઘટનાને પગલે તપાસ કમિટીની રચના કરી દેવાઈ છે તેમજ જેઓની સામે આક્ષેપ કરાયા છે તેઓને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા છે.

અમદાવાદની સ્દ્ભ શાહ મેડિકલ કોલજ પર ગંભીર આરોપ લાગ્યા છે. આ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તિર્થ પટેલ સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે. કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ગાળો આપી માનસિક અત્યાચારનો આરોપ મેડિકલના વિદ્યાર્થીઓએ લગાવ્યો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, તેઓને દર્દીઓ અને સ્ટાફ વચ્ચે અપમાનિત કરાય છે. તેમજ દર્દીઓની સામે મારવાની ધમકી આપી, કોઇ એને રોકી નહિ શકે તેવો દાવો કરે છે. તિર્થ પટેલ વિડીયો કોલ અને ફોન થકી અવારનવાર હેરાન કરે છે. વ્યક્તિગ કામ માટે દબાણ કરાય છે. કારણ વિના નાની બાબતો અંગે સજા આપી મેમો અપાય છે.

આ અંગે એમ કે શાહ મેડિકલ કોલેજના ડીન એ ટી લેઉવા જણાવે છે કે, ગત ૨૬ જાન્યુઆરી આસપાસની આ ઘટના છે. વિદ્યાર્થીઓએ ઇમેઇલ કરી પ્રોફેસર વિરુદ્ધ જાણકારી આપી છે. જોકે આ ઘટનાને પગલે અમે તાત્કાલિક અસરથી પ્રોફેસર તીર્થ પટેલને રજા પર ઉતારી દીધા છે. આ મામલે હાલ ત્રણ સભ્યોની તપાસ કમિટી પણ બનાવી દીધી છે. હજુ અમે કમિટીએ પ્રોફેસરને સાંભળ્યા છે પણ વિદ્યાર્થીઓ હજુ સામે આવ્યા નથી અને તેઓએ સામેથી કોઈ ફરિયાદ આપી નથી એટલે તેમને સાંભળવાના બાકી છે. જયારે તપાસ કમિટી રિપોર્ટ સબમિટ કરશે ત્યાર બાદ કોઈ કાર્યવાહી થઈ શકશે. હાલ અમે વિદ્યાર્થીઓનો સંપર્ક કરી રહ્યા છીએ પણ સંપર્ક નહિ થતા તેઓના વાલીઓને જાણ કરી છે.

Related posts

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

Master Admin

રોટરી ક્લબ અસ્મિતા અને શત્તાયુ આયુર્વેદ દ્વારા સાંધાના દુખાવા માટે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન

Master Admin

‘ઊર્જા 2026’માં 100થી વધુ કેન્સર વોરિયર્સે સારવાર બાદના જીવનની ઉજવણી કરી

Master Admin

Leave a Comment

Translate »