Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે મોદીની શાંતિ અને સંવાદની અપીલ

યુદ્ધથી ઉકેલ નહીં આવે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબ વચ્ચે બેઠક યોજાઈ : વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક સહકાર અંગે ચર્ચા કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ માર્ચ ૨૦૨૬ — ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છઙ્મીટટ્ઠહઙ્ઘીિ જીેંહ્વહ્વ વચ્ચે નવી દિલ્હીમાં સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે અનેક મહત્વપૂર્ણ સમજુતી કરારોનું આપલે કરવામાં આવ્યું હતું. બેઠક પૂર્ણ થયા બાદ બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં વિશ્વ પરિસ્થિતિ, દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક સહકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સંયુક્ત સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજની દુનિયા અસ્થીરતા અને અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે જણાવ્યું કે યુક્રેનથી લઈને પશ્ચિમ એશિયા સુધી વિશ્વના ઘણા વિસ્તારોમાં સંઘર્ષ ચાલુ છે. આવા વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત અને યુરોપ જેવી બે મહત્વપૂર્ણ રાજનૈતિક શક્તિઓ વચ્ચે વધતું સહકાર વિશ્વમાં સ્થિરતા, વિકાસ અને સહભાગી સમૃદ્ધિને નવી દિશા આપી શકે છે. તો સાથે સાથે મિડલ ઈસ્ટ યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શાંતિ અને સંવાદની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, યુદ્ધથી ઉકેલ નહીં આવે.

વડાપ્રધાને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાને અતિ આવશ્યક ગણાવ્યા હતા અને આતંકવાદના દરેક સ્વરૂપને જડમૂળથી ઉખેડી ફેંકવાની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારત અને ફિનલેન્ડ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરતા તેમણે કહ્યું કે, આ ભાગીદારી છૈંથી લઈને ૬ય્ ટેલિકોમ અને ક્લીન એનર્જીથી લઈને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધીના હાઈટેક ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ આપશે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર ભારત અને ફિનલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ અને ટેકનોલોજી સહકારને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ડિજિટલ ટેકનોલોજી, આધુનિક ઢાંચાગત વિકાસ અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં બંને દેશો મહત્વપૂર્ણ ભાગીદાર બની રહ્યા છે.
બેઠક દરમિયાન બંને દેશોએ નવી ટેકનોલોજી, નવીનતા, સ્વચ્છ ઊર્જા, સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વિશ્વમાં વધી રહેલા ભૂરાજકીય પડકારો વચ્ચે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર સ્ટબએ પોતાના સંબોધનમાં ભારતની પ્રશંસા કરતાં જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા અને પ્રભાવશાળી દેશોમાંનું એક છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ છે અને યુરોપ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર બની ગયું છે. તેમણે ઉમેર્યું કે ભારતની વિદેશ નીતિ, સુરક્ષા નીતિ અને વેપાર નીતિ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

રાષ્ટ્રપતિ સ્ટબએ વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે અને તેનો વિકાસ દરેક ક્ષેત્રમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતની વિદેશ નીતિનો સૌથી પ્રશંસનીય પાસો એ છે કે ભારત હંમેશા વ્યવહારુ અને વાસ્તવવાદી દૃષ્ટિકોણ અપનાવે છે. ભારતે વિશ્વને બતાવ્યું છે કે વ્યૂહાત્મક સતર્કતા અને સ્વાયત્તતા જાળવવી કેટલી મહત્વપૂર્ણ છે, સાથે સાથે બહુપક્ષીય સહકાર અને વૈશ્વિક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે.

તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજના સમયમાં વિશ્વના ઘણા દેશોએ ભારતની નીતિઓમાંથી શીખવાની જરૂર છે. તેમના જણાવ્યા મુજબ ભારતે વૈશ્વિક રાજનૈતિક પરિસ્થિતિમાં સંતુલિત અને વ્યૂહાત્મક અભિગમ અપનાવીને વિશ્વમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. ભારત અને ફિનલેન્ડ વચ્ચે વધતો સહકાર બંને દેશો માટે નવી તકો ઉભી કરી રહ્યો છે. ટેકનોલોજી, નવોચાર, વેપાર અને વૈશ્વિક રાજનૈતિક સહકારના ક્ષેત્રોમાં આ ભાગીદારી આગામી વર્ષોમાં વધુ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ઇન્ડોનેશિયામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

Master Admin

લંડનમાં તિલક લગાવતા હિન્દુ વિદ્યાર્થીને શાળા છોડવા મજબૂર કરાયો

Master Admin

અમેરિકા ૮૦૦૦થી વધારે ફ્લાઇટ્‌સ કેન્સલ કરાઈ

Master Admin

Leave a Comment

Translate »