Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બની શકે છે

સમૃદ્ધિ યાત્રા દરમિયાન નીતિશ કુમારનું નિવેદન

જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ ચૌધરીને મળી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમુઈ, તા.૧૮ માર્ચ ૨૦૨૬ — બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે જમુઈમાં સમૃદ્ધિ યાત્રા દરમિયાન એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી એ સંકેત મળે છે કે, સમ્રાટ ચૌધરીના આગામી મુખ્યમંત્રી બની શકે છે. તેમના ખભે હાથ રાખીને નીતિશ કુમારે કહ્યું કે, હવે આ લોકો જ કામ કરશે.

નીતિશ કુમારનું આ નિવેદન બિહારના રાજકારણમાં ઝડપથી ફેલાઈ ગયું છે. તેમના આ નિવેદનનું એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે, આવતા મહિને જ્યારે નીતિશ કુમાર રાજ્યસભામાં જતા રહેશે, ત્યારે બિહારના મુખ્યમંત્રીનું પદ સમ્રાટ ચૌધરીને મળી શકે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ૧૪ એપ્રિલ પછી બિહારના નવા મુખ્યમંત્રીને શપથ ગ્રહણ કરાવવામાં આવી શકે છે.

બિહારમાં નીતિશ કુમાર સમૃદ્ધિ યાત્રાના ભાગ રૂપે આજે જમુઈ પહોંચ્યા હતા. જનસંવાદ કાર્યક્રમ વચ્ચે તેમણે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ખભે હાથ મૂકીને કહ્યું કે, હવે આ લોકો જ કામ કરશે. નીતીશ કુમારના આ નિવેદનનું એવું જ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે સમ્રાટ ચૌધરી આગામી મુખ્યમંત્રી બનશે. બિહારના આગામી મુખ્યમંત્રીના નામ અંગે હાલમાં ખૂબ અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં નીતીશ કુમારના નિવેદનથી સમ્રાટ ચૌધરીના નામ અંગે અટકળોએ જોર પકડ્યું છે.
બુધવારે નીતિશ કુમારના નિવેદનની ચર્ચા થઈ રહી છે, પરંતુ તે પહેલા મંગળવારે તેમના જનસંવાદ કાર્યક્રમમાં એન્કરે જે કહ્યું હતું તેની ચર્ચા થવા લાગી હતી. નીતિશ કુમારે મંગળવારે સમૃદ્ધિ યાત્રાના ભાગ રૂપે ભાગલપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યાં જન સંવાદ કાર્યક્રમમાં એક એવી ઘટના ઘટી હતી, જેનાથી ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અસહજ થઈ ગયા હતા. જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમારે તાત્કાલિક સ્થિતિને સંભાળી લીધી હતી. ભાગલપુરમાં જન સંવાદ કાર્યક્રમની શરૂઆતમાં એન્કરનું કામ કરી રહેલી યુવતીએ ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને “મુખ્યમંત્રી” કહી દીધા હતા. આ ઘટના ત્યારે ઘટી હતી જ્યારે મહેમાનોનો પરિચય આપવામાં આવી રહ્યો હતો. મુખ્યમંત્રી કહેવામાં આવતા સમ્રાટ ચૌધરી થોડા અસહજ થઈ ગયા હતા. એન્કરે ભૂલથી તેમને મુખ્યમંત્રી કહી દીધા હતા. આ સાંભળીને સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર હસવા લાગ્યા હતા. પછી તેમણે બાજુમાં બેઠેલા સમ્રાટ ચૌધરીના ખભા પર હાથ રાખી દીધો હતો. આનાથી સમ્રાટ ચૌધરીને રાહત થઈ. જોકે, આ ઘટના દરમિયાન ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા.

ભાગલપુરમાં જ્યારે એન્કરે ભૂલથી સમ્રાટ ચૌધરીને “મુખ્યમંત્રી” કહી દીધા હતા, ત્યારે નીતિશ કુમારે તેમના ખભા પર હાથ મૂક્યો. બુધવારે નીતિશે ફરીથી સમ્રાટ ચૌધરીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે, હવે આ જ બધા કામ કરશે. હવે, આ બે ઘટનાઓને જોડીને જોવામાં આવી રહી છે, અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સમ્રાટ ચૌધરી બિહારના આગામી મુખ્યમંત્રી બની શકે છે. જોકે, નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભામાં ગયા પછી આગામી મુખ્યમંત્રી કોણ હશે તે હજુ સ્પષ્ટ નથી. ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, જેમાંથી એક નામ સમ્રાટ ચૌધરીનું પણ છે.

Related posts

ઓડિશામાં ધોરણ-૭ની બાળકીનું જાતીય શોષણ કરનારા ૫ શિક્ષકો ઝડપાયા

Master Admin

અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે

Master Admin

I-PAC રેડ મામલે મમતા સરકારને ઝટકો : સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

Master Admin

Leave a Comment

Translate »