અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર
યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ માર્ચ ૨૦૨૬ — આમ તો ઉનાળું વેકેશન બાદ શાળાઓ શરૂ થાય ત્યારે વાલીઓને સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેનના ભાડા વધવાની ચિંતા સતાવતી હોય છે. પરંતુ આ વખતે સ્કૂલ વર્ધિ એસોસિએશનનો મહત્વનો નિર્ણય કર્યો છે. યુદ્ધ અને પ્રવર્તમાન અસમંજસ ભરી સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકો મોંઘવારી અને રાંધણગેસની અછતનો માર સહન કરી રહ્યા છે તેવામાં અમદાવાદના વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા અને વેનના ભાડામાં કોઈ વધારો નહીં થાય જો સીએનજી ભાવ વધારાની કોઈ સ્થિતિ વિકટ બને છે તો સરકાર સાથે બેઠક કરી નિર્ણય લેવાશે તે સ્પષ્ટ કર્યું છે.
સ્કૂલ વર્ધિ એસોસિએશન દ્વારા દર ત્રણ વર્ષે સ્કૂલ વેન અને સ્કૂલ રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૬-૨૭માં સ્કૂલ વેન અને રિક્ષાના ભાડામાં ભાડા વધારો કરવામાં આવવાનો હતો પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિના કારણે ઘણા લોકો એલપીજી ગેસની અછત અને તેના કારણે ઘણી ચીજ વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને લઇ મુશ્કેલી અનુભવી રહ્યા છે સાથે જ યુદ્ધ કારણે સીએનજીના ભાવ વધશે તો પણ સ્કૂલ વર્ધિ એસોસિએશન દ્વારા આ વર્ષે ભાડામાં કોઈ વધારો નહિ કરવામાં આવે તેવું નક્કી કરવા આવ્યું છે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનની બેઠક હાલમાં મળી હતી જેમાં વાલીઓને રાહત મળે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હાલમાં જે રીક્ષા ભાડું અને વેનનું ભાડું કે રકમ વસુલય છે તેજ રીતે આ વખતે પણ એ જ ભાડું અમલમાં રાખવામાં આવશે. એટલે કે એક કિમી રીક્ષા ભાડું ૭૫૦ જ્યારે વેન માટે ૧૨૦૦ ભાડું, ૨ કિમી માટે રિક્ષા ભાડું ૮૫૦ જ્યારે વેન માટે ૧૪૦૦ ભાડું, ૩ કિમી માટે રીક્ષા ભાડું ૯૫૦ જ્યારે વેન માટે ૧૬૦૦ ભાડું, ૪ કિમી માટે રીક્ષા ભાડું ૧૦૫૦ જ્યારે વેન માટે ૧૮૦૦ ભાડું વસૂલવામાં આવે છે. તે જ રીતે વસુલવામાં આવશે. જ્યારે ૫ કિમી માટે રીક્ષા ભાડું ૧૧૫૦ જ્યારે વેન માટે ૨૦૦૦ ભાડું વસૂલશે.
મહત્વનું છે કે એસોસિએશન દ્વારા વેન એસોસીએશન દ્વારા છેલ્લે ૨૦૨૪-૨૫ માં ભાડા વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે સ્કૂલ વર્ધિ એસોસિએશન દ્વારા આ વર્ષે વાલીઓ તરફે પોઝિટિવ અભિગમ રાખવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિ ને કારણે સીએનજીના ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા અને વેનના ભાડામાં કોઈ વધારો નહીં થાય જો સીએનજી ભાવ વધારાની કોઈ સ્થિતિ વિકટ બને છે તો સરકાર સાથે બેઠક કરી નિર્ણય લેવાશે

